Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

૮ ભેંસોને ટ્રકમાં લઇ જતા સાવરકુંડલામાં ઝડપાયો

અમરેલી તા.પ : સાવરકુંડલા તરફથી અમરેલી, સાવરકુંડલા ચોકડીથી લાઠી ચોકડી તરફ એક ટ્રકમાં ભેંસો ભરીને કતલખાને લઇને જાય છે તેવી વર્ધી મળતા, વર્ધી આધારે તાત્ત્કાલીક કાર્યવાહી કરતા એક બંધ બોડી વાળા ટ્રકમાં પાછળના ભાગે ભેંસ જીવ નં.૮ કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે, ખીચો-ખીચ રીતે બાંધી (ગોંધી) રાખી, ક્રુરતાપૂર્વક ટ્રકમાં ભરી, હેરફેર કરવા કે વેચાણ કરવા બાબતના કોઇપણ પ્રકારના આધાર કે પાસ પરમિટ વગર લઇ જતા મળી આવતા ટ્રક જેના રજી નં. જી.જે-૧૪-ઝેડ-૧પ૭૯ ની કિ.રૃા.પ,૦૦,૦૦૦ તેમજ ટ્રકમાં ભરેલ ભેંસ જીવ નં. ૮ ની કિ.રૃા. ૩,ર૦,૦૦૦ મળી કુલ કિ. રૃા.૮,ર૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરૃધ્ધ અમરેલી રૃરલ પોલીસ સ્ટેશન પશુઓ પ્રત્યેનો ઘાતકીપણુ અટકાવાનો અધિનિયમ મુજબનો ગુન્હો રજી કરી નસીમુદ્દિન આદમભાઇ ખોરાણી ઉ.ર૭, ધંધો ડ્રાઇવીંગ, રહે. અમરેલી, બહારપરા, જૈન ટોકીઝ પાસે, મોટા ખાટકીવાડ, તા. જિ.અમરેલીને ઝડપી લીધેલ છે.

(1:32 pm IST)