Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વિસાવદરમાં લાયન્‍સ ક્‍લબ દ્વારા પછાત વિસ્‍તારમાં ફ્રુટ વિતરણ

(યાસીન બ્‍લોચ દ્રારા) વિસાવદર તા.૫: વિસાવદરમાં પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે લાયન્‍સ કલબના સિનિયર માર્ગદર્શક અને ડ્રિસ્‍ટ્રીકટ ચેરપર્સન ભાસ્‍કરભાઈ જોશીની પ્રેરણા'માર્ગદર્શન તળે પ્રોજેકટ ડાયરેકટર-લાયન્‍સ સેક્રેટરી રમણીકભાઇ ગોહેલનાં આર્થિક સહયોગથી ભૂતડી પાટીયે આવેલ સ્‍લમ વિસ્‍તારનાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારનાં બાળકોને સફરજન,દાડમ,કેળા,પેરૂ ,ખારેક સહિતનાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. લાયન્‍સ પ્રેસિડેન્‍ટ ચંદ્રકાન્‍ત ખુહા,ટ્રેઝરર ભાવેશભાઈ પદમાણી, માનવ સેવા સમિતિનાં પ્રેસિડેન્‍ટ રમણીકભાઇ દુધાત્રા ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:32 pm IST)