Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જૂનાગઢ સુકન્‍યા ખાતાનો લક્ષ્યાંક પુર્ણ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૫ : અંબરીશ પાંડેય સુપ્રી.ઓફ પોસ્‍ટ ઓફીસીજ, અમરેલી ડીવીજન તથા સંદિપસિંહ ચુડાસમા, આસીસ્‍ટન્‍ટ સુપ્રિટેન્‍ડન્‍ટ દ્વારા જણાવ્‍યા મુજબ અમરેલી ડીવીજન માં  ‘‘મારી દીકરી સમળદ્ધ દીકરી'' અભિયાન શરૂ કરાયેલ. આ અભિયાન સમગ્ર ગુજરાત પોસ્‍ટલ સર્કલ માં ચલાવવામાં  આવ્‍યું હતું, જે  અંતર્ગત ૧૦ વર્ષથી નીચેની દીકરી ઓના સુકન્‍યા સમળદ્ધી એકાઉન્‍ટ ખોલવાના હતા. આ અભિયાન માં અમરેલી ડીવીજન ને ૧૦૦૦૦ નવા સુકન્‍યા સમળદ્ધી ખાતાઓ ખોલવાનો લક્ષ્યાંક હતો,  જે અમરેલી ડીવીજન દ્વારા ૩૧ જુલાઈ ૨૦૨૨ સુધીમાં સફળતાપુર્વક સિધ્‍ધ કરવામાં આવેલ છે. અને ૧૦૦થી વધુ ગામ સંપૂર્ણ સુકન્‍યા ગામ જાહેર કરેલ છે અને આ ગામોમાં જ્‍યાં એક પણ દીકરી કે જે ૧૦ વર્ષથી નીચેની ઉમરની હોય અને તેની પાસે સુકન્‍યા સમળધ્‍ધી ખાતું ન હોય. સમયની સાથે આ કાર્યક્રમ અમે આગળ વધારીશું અને વધુ માં વધુ ગામ સંપૂર્ણ સુકન્‍યા થાય તેવા પ્રયત્‍નો કરીશું.

(1:31 pm IST)