Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કેશોદનાં એકલેરાના આશા વર્કરને હડધૂત કરી પુર્વ સરપંચે ધમકી આપતા ફરિયાદ

કેશોદનાં આંબેડકરનગરનાં બાળકનું અપહરણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.પ : કેશોદ તાલુકાના એકલેરા ગામના રવિબેન ઉર્ફે રવીનાબેન નરેન્‍દ્રભાઇ સોંદરવા ગામમાં આશા વર્કર તરીકે નોકરી કરે છે.

તેમની કામગીરીમાં આવતુ ન હોય એવું કામ ગ્રામ પંચાયતના પાણીના ટાંકામાં રામ રણમલભાઇ સિસોદીયાએ જંતુનાશક દવા નાખવાનું કર્યુ હતુ.

તેમજ મહિલાના સસરાએ બુલેટ ધાસની સહાય મેળવેલ હોય જે સહાય મહિલા આશા વર્કર હોય આથી ન મળે તેમ કહીને રામ સિસોદીયાએ રવિલાબેનને જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી અને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મહિલાએ ફરિયાદ કરતા પોલીસે એટ્રોસીટી એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં રામભાઇ સિસોદીયા ગામનાં પૂર્વ સરપંચ હોવાનું  જાણવા મળેલ છે.

અપહરણ

કેશોદનાં આંબેડકરનગરમાં રહેતા રાજેશભાઇ પીઠાભાઇ ચુડાસમાનાં ૧૪ વર્ષીય પુત્ર સુખદેવનું અજાણ્‍યો શખ્‍સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ થતા કેશોદના પી.એસ.આઇ. એસ.એન. સોનારાએ તપાસ હાથ ધરી છે.

(1:30 pm IST)