Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કુતિયાણામાં ૧ ઇંચઃ પોરબંદર-રાણાવાવમાં ઝાપટા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.પ : આજે સવારે છેલ્લા ર૪ કલાકમાં કુતિયાણામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદર અને રાણાવાવમાં ગઇકાલે રાત્રે સમયાંતરે ઝાપટા વરસી ગયા હતા.

જિલ્લા કંટ્રોલ મુજબ કુતિયાણા વરસાદ ર૩ મીમી (૭૦૭ મીમી) રાણાવાવમાં ૭ મીમી (૭પ૭ મીમી) નોંધાયેલ છે. એરપોર્ટ હવમાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૪.૬ મીમી નોંધાયો છે. જિલ્લા કંટ્રોલમાં પોરબંદરનો ર૪ કલાકનો વરસાદ નોંધાયો નથી. જિલ્લામાં આજે સવારથી વાદળિયું  હવામાન છે.

દરિયામાં મોજાનું જોર ઘટયુ છે. દરિયામાં દુરના ભાગે આંધી છવાય છે. ખંભાળા અને ફોદાળા બંન્‍ને જળાશયોમાં ઓવરફલો બંધ થયેલ છે. પોરબંદર શહેર અને જળાશય વિસ્‍તારમાં ગઇકાલે તામ્રરંગમાં સંધ્‍યા ખીલી ઉઠી હતી.

(1:29 pm IST)