Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જૂનાગઢમાં ઇ-એફઆઇઆર અંગેનો સેમિનાર યોજાયો

જુનાગઢ, તા.૫: ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્‍ટેશન અને સી ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે અગાઉ સેમીનાર યોજવામાં આવેલ હતો. આજરોજ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ટાઉન હોલ ખાતે બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર સહિતના આશરે ૫૦૦ વ્‍યક્‍તિઓની હાજરીમાં જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની અધ્‍યક્ષતામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઈ એન.આર.પટેલ, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી, તાલુકા પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ પી.વી. ધોકડીયા, વાયરલેસ પીએસઆઈ પ્રતીક મશરુ, સહિતના પોલીસ અધિકારીઓ કોલેજના પ્રોફેસર તથા બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં સ્‍વાગત ઉદબોધન ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતું. વાયરલેસ પીએસઆઈ પ્રતીક મશરૂ દ્વારા e FIR એપ્‍લિકેશન ના ઉપયોગ બાબતે પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન આધારે સવિસ્‍તળત માહિતી આપી, હાજર યુવાનોને ર્ંCitizen First એપ્‍લિકેશન લોન્‍ચ કરાવી, માહિતગાર કરવામાં આવેલ હતા. જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા e FIR ના ફાયદા અને તેના દ્વારા પોલીસ સેવાના હેતુ બાબતની જાણકારી આપવામાં આવેલ હતી. ઉપરાંત આજના સાંપ્રત સમયમાં તેની જરૂરિયાત અને જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માટે મદદરૂપ થવા આહવાન કરવામાં આવેલ હતું. સાથેસાથે પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કોલેજના યુવાનો સાથે પ્રશ્‍નોતરી કરી, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી તથા પાસ થવા માટેની ટીપ્‍સ, જીવનમાં શિસ્‍તનું મહત્‍વ, પોલીસની કામગીરી, વિગેરે મુદ્દાઓ બાબતે ચર્ચાઓ દ્વારા વિસ્‍તળત જાણકારી પણ આપવામાં આવી હતી. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાથે ચર્ચા કરીને ખૂબ જ રોમાંચિત થયા હતા અને e FIR તેમજ એ સિવાયની જાણકારી મેળવી, ધન્‍યતા અનુભવી હતી. એ ડિવિઝન પીઆઈ એમ.એમ.વાઢેર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ e FIR ની જાગળતિ અંગેના સેમીનારનું સંચાલન જાણીતા એંકર હારુનભાઈ વિહળ દ્વારા કરવામાં આવેલ હતું. એકંદરે કાર્યક્રમ સેમીનાર સફળ રહ્યો હતો.

(1:29 pm IST)