Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જીતુભાઈ વાધાણીનો અભિવાદન સમારોહ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. પ :  જિલ્લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ   જી.પી કાઠીની યાદી જણાવે છે કે આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જૂનાગઢ જિલ્લાને નોબલ યુનિવર્સિટી અને ડો. સુભાષ યુનિવર્સિટી એવી બે ખાનગી યુનિવર્સિટીઓની મંજુરી આપેલ છે. એ માટે કળતજ્ઞતા વ્‍યક્‍ત કરવા જૂનાગઢ જિલ્લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ દારા ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાધાણીનો અને નવનિર્મિત બંને યુનિવર્સિટીઓના હોદ્દેદાર ઓ   જવાહરભાઈ ચાવડા રાજ ચાવડા,   નિલેશભાઈ ધુલેશિયા,   ગિરીશભાઈ કોટેચા અને   કે. ડી. પંડયાનો પણ અભિવાદન સમારોહ તા. ૦૭.૦૮.૨૦૨૨ ને રવિવારે બપોરના ૩.૩૦ કલાકે   શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ છે.

આ અભિવાદન સમારોહના અધ્‍યક્ષ તરીકે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાધાણી અને મુખ્‍ય મહેમાન તરીકે પશુપાલન અને ગૌસંવર્ધન ખાતાના રાજય કક્ષાના મંત્રી  દેવાભાઈ માલમ ઉપસ્‍થિત રહેશે.

અતિથિ વિશેષ તરીકે જૂનાગઢના સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ખેતી બેંકના અધ્‍યક્ષ  ડોલરભાઈ કોટેચા, મેયર  મતિ ગીતાબેન પરમાર, જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ  પુનિતભાઈ શર્મા, ભક્‍તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ  ચેતનભાઈ ત્રિવેદી અને જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના કુલપતિ  ડો. નરેન્‍દ્ર ગોંટિયા ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી  જલ્‍પાબેન કયાડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  વિપુલભાઈ ગુચલા, ગુજરાત રાજય સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ  ભરતભાઈ ગાજીપરા,

મહામંડળના ઉપપ્રમુખ  જતીનભાઈ ભરાડ, રાજકોટ જીલ્લા સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ  ડી.વી. મહેતા, -F.R.C. રાજકોટ ઝોનના મેમ્‍બર  અજયભાઈ પટેલ અને મહામંડળના સંયોજક  મનહરભાઈ રાઠોડ ખાસ ઉપસ્‍થિત રહેશે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના રાજકીય અગ્રણીઓ   હરેશભાઈ પરસાણા,   પ્રદિપભાઈ ખિમાણી,   ચંદૂશભાઈ દવે, ધવલભાઈ દવે,  કિરીટભાઈ ભીભા અને  અરવિંદભાઈ ભલાણી ઉપસ્‍થિતિ રહેશે.

આ અભિવાદન સમારોહમાં જૂનાગઢ જિલ્લાની તમામ સ્‍વનિર્ભર શાળાઓના સંચાલક ઓએ સમયસર ઉપસ્‍થિત રહેવા મંડળના પ્રમુખ  જી.પી. કાઠી દારા અનુરોધ કરવામાં આવે છે.

(1:29 pm IST)