Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ટ્રેકટર હડફેટે મોટરસાયકલ ચડી જતા હોથીજી ખડબા ગામના આધેડનું મોત

જામનગર, તા.૫: જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામે રહેતા ભરતભાઈ કેશુભાઈ રાયદેભાઈ ડાંગર, ઉ.વ.ર૮ એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આરોપી મોડીફાઈડ મીની ટ્રેકટર જેના રજીસ્‍ટેશન નંબર કે ચેસીસ નંબર લખેલ ન હોય જેના ચાલકે જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી જામજોધપુર-બાલવા રોડ પર ગાંધેશ્‍વર ફાટકથી આગળ બાલવા ગામ તરફ જતા રોડ ઉપર કેશુભાઈના મોટરસાઈકલ સાથે અકસ્‍માત કરી કેશુભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી નાશી જઈ ગુનો કરેલ છે.

લાખાબાવળ ગામે યુવાનને ઈલેકટ્રીક શોર્ટ લાગતા મોત

લાખાબાવળ આઈડીયા ટાવરની બાજુમાં રહેતા આમદભાઈ જુમાભાઈ ખીરા, ઉ.વ.પ૦ એ પંચ બી પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ઈશાકભાઈ જુમાભાઈ ખીરા ,ઉ.વ.૪પ વાળા પોતાના ઘરે ડ્રીલ મશીનમાં કામ કરતા હોય ત્‍યારે ઈલેકટ્રીક શોક લાગતા મૃત્‍યુ પામેલ છે.

શોર્ટ લાગતા યુવાનનું મોત

અહીં રાજપાર્ક સરદાર ચોક શેરી નં.૧/ર માં રહેતા પ્રતાપસિંહ કાળુભા જાડેજા, ઉ.વ.૩૮ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, હેમતસિંહ કાળુભા જાડેજા, ઉ.વ.૪૦ વાળા દશેક વર્ષથી સોહીલ દાળીયા સેન્‍ટર નામની દુકાનમાં ઈલેકટ્રીક ભઠ્ઠી પર દાળીયા સેકવાનું કામ કરતા હોય ખાદી ભંડારબાજુમાં ડીસ્‍ટ્રીક બેક પાસે સોહીલ દાળીયા સેન્‍ટરમાં ઈલેકટ્રીક ભઠ્ઠી પર દાળીયા સેકતા હોય  ત્‍યારે કોઈ કારણોસર ઈલેકટ્રીક શોર્ટ લાગતા મૃત્‍યુ પામેલ છે.

બિમારી સબબ અજાણ્‍યા પુરૂષનું મોત

અહીં ગાંધીનગરમાં બ્‍લોક નં.ઈ-ર૪ માં રહેતા હિતેશગીરી લાલગીરી ગોસાઈ, ઉ.વ.૩૭ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૪-૮-ર૦રરના ટ્રોમા વોર્ડમાં બેડ નં.૭ પર કોઈ અજાણ્‍યો પુરૂષ ઉ.વ.આ.પ૦ વાળો અગમ્‍ય બિમારી તથા અગમ્‍ય કારણોસર સારવાર દરમ્‍યાન મૃત્‍યુ પામેલ છે.

ભગતખીજડીયા ગામ જવાના રસ્‍તે જુગાર રમતા પાંચ ઝડપાયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયદીપભાઈ રમેશભાઈ જેસડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ખરેડી ગામેથી ભગતખીજડીયા ગામ તરફ જવાના વાડીના કાચા રસ્‍તે દિપકભાઈ રાણપરીયાની વાડીએ આવેલ પીપરના ઝાડ નીચે દિપકભાઈ શામજીભાઈ રાણપરીયા, ભગવાનજીભાઈ ઉર્ફે હરસુખભાઈ રામજીભાઈ શીંગાળા, રજનીકભાઈ વજુભાઈ ભાલારા, જીતેન્‍દ્રભાઈ નાનજીભાઈ શીંગાળા, અશોકભાઈ જેન્‍તીભાઈ શીંગાળા એ હારજીત કરી રૂ.૧૦૩૪૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં દુકાનમાં જુગારનો અખાડો ઝડપાયો : સાત પકડાયા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. પ્રજ્ઞરાજસિંહ પ્રદયુમનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રીતેશભાઈ રસીકભાઈ ભાલોડીયા એ પોતાની માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ દુકાનમાં બહારથી અન્‍ય આરોપી અમીતભાઈ જગદીશભાઈ ખાંટ, શ્‍યામભાઈ અતુલભાઈ માણાવદરીયા, પીયુષભાઈ શાંતીલાલ ભુવા, કમલેશકુમાર રમણીકભાઈ હીન્‍શુ, ભાવેશભાઈ મોહનભાઈ વડાલીયા, ભાવીનકુમાર મનસુખભાઈ ખાંટ ને બોલાવી અખાડો ચલાવી રૂ.૧,૮૬,રર૦/-તથા મોબાઈલ ફોન નંગ-૭, કિંમત રૂ.૭૦,૦૦૦/- તથા મોટરકાર કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.પ,પ૬,રર૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

શાપર ગામના પાટીયા પાસે બે બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

સિકકા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભાયાભાઈ આશાભાઈ મસુરા એ ફરીયાદ નોંધાવી છે કે, શાપર ગામના પાટીયા પાસે સી.એન.જી. પંપ પાસે આરોપી હરીશ ઉર્ફે હરીયો ઘેલાભાઈ પરમાર એ  કનકો રૂડાભાઈ બથવાર પાસેથી મેળવી દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- નો રાખી ઝડપાઈ ગયેલ છે. આરોપી કનકો રૂડાભાઈ બથવારની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સણોસરી ગામે જુગાર રમતા સાત ઝડપાયા

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદેવસિંહ મંગળસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, સણોસરી ગામની સીમમાં આવેલ એનારકોન કંપનીની ૬૬ કેવી સબ સ્‍ટેશન પાછળ સ્‍ટ્રીટ લાઈટના અજવાળે આરોપીઓ કિશન નાથાભાઈ કરમુર, ચનાભાઈ ડોસાભાઈ કોડીયાતર, વિપુલ વિનોદભાઈ સાદરીયા, ભરત સવદાસભાઈ ખોડભાયા, હમીર સાજણભાઈ કરંગીયા, રમેશ ભીખાભાઈ ડાંગર, સાવન અરશીભાઈ ભીંભા એ પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.ર૧૮૬૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

વેરાવડ જામુળી વિસ્‍તારમાં જુગાર રમતા ચાર ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજદિપસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, વેરાવડ જામુળી વાળી વિસ્‍તારમાં રહેતા આરોપી હુશનેભાઈ અલારખાભાઈ રાવકુરડાના ઘરની પાછળના ભાગે અન્‍ય આરોપી હનીફભાઈ મામદભાઈ રાવકુરડા, હારૂન હાજી રાવકુરડા, જેન્‍તીભાઈ બીજલભાઈ મુછડીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧રર૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:28 pm IST)