Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પોરબંદરની ચોપાટીમાં સફાઇ અભિયાન

 પોરબંદર જીલ્લા વહીવટી તંત્ર સંચાલિત સ્‍વચ્‍છ સાગર સુરક્ષિત સાગર બેનર હેઠળ ચોપાટી ખાતે ઇન્‍ટરનેશનલ ફ્રેન્‍ડશીપ ડે વિથ સી સાઇડ પ્રોપ્રટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૭પ શ્રમદાતાઓ દ્વારા જૈવિક કચરો એકત્રિત કરી નગરપાલિકા સફાઇ વિભાગના સહકારથી કચરાનો નાશ કરાયો હતો . આ પે-સેન્‍ટર તળપદ કન્‍યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દરિયાઇ જીવો માછલી, કાચબો, સાપ, કરચલા વગેરેની વેશભૂષાના માધ્‍યમથી ઓળખ આપી અને ગુલાબ પુષ્‍પ અર્પણ કરી પસ્‍થિત રમદાતાઓ અને દરિયાઇ જીવોની સાથે મિતરતા સંદેશ આપતા અનોખી રીતે ઉજવણી કરી ભારત સરકારના સ્‍વચ્‍છ સાગર સુરક્ષિત સાગર અભિયાનમાં જોડાયા હતા. તમામ શ્રમદાતાઓને પોરબંદર જીલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા અભિનંદન પાઠવતા દરેક લોકોને સમુદ્ર જતન અને અમૃત્‍યુ સંપતિ એવા સાગર તટે સ્‍વચ્‍છતાુ પાલન કરી સાગર સુરક્ષા માટે યેન-કેન પ્રકારે સહયોગી બનવા સંદેશ પાઠવ્‍યો હતો અભિયાનને સફળ બનાવવા જોડાયેલા સહયોગીઓનો નોડલ ઓફીસર અને પોરબંદર જીલ્લા રમત વિકાસ અધિકારી ડો.મનીષકુમાર જીલડીયાએઆભાર વ્‍યકત કર્યો હતો. ચોપાટીમાં સફાઇ અભિયાનની તસ્‍વીર

(1:28 pm IST)