Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મોદી સાથે મુલાકાત

 અમરેલીઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જીને મળવું એ જીવનની અલૌકિક પળ છે. ત્યારે સાંસદ નારણભાઈ કાછડીયા, અમરેલી જીલ્લા ભાજપા અધ્યક્ષ  કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય  જે.વી.કાકડિયા અને પૂર્વ સંસદીય સચિવ  હીરાભાઈ સોલંકીએ  નવી દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી અને અમરેલી જીલ્લાના પડતર પ્રશ્નો અને વિકાસ અર્થે જરૃરી પરામર્શ કર્યો હતો. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયાએ જણાવેલ હતું કે, તેઓશ્રી દ્વારા હંમેશા ખુબ જ સુંદર આવકાર અને માન પાન મળે છે અને તેમને મળ્યા બાદ રાષ્ટ્રનિર્માણમાં ખંતથી આગળ વધવા એક અનોખી ઉર્જાનો સંચાર થાય છે.

(1:28 pm IST)