Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ધારીના મીઠાપુર ડુંગરી ગામે યુવાનનો ટ્રેન નીચે આપઘાત

અમરેલી તા. પ : ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના કુમારભાઇ મહેશભાઇ રાવળ ઉ.રર ના દાદીમાં મંજુલાબેન તા.૩૧/૭ ના બિમારીના કારણે મૃત્યુ પામેલ અને જેના મેલા બનાવવા માટે તા.૧/૮ સાવરકુંડલા આવેલ હતા અને પોતાના દાદીમા પ્રત્યે વધારે લાગણી હોય જે વાતનું લાગી આવતા ટ્રેન હેઠળ પડતુ મુકી કપાય જઇ મૃત્યુ પામ્યાનું શૈલેષભાઇ મહેશભાઇ રાવળે સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ગળા ફાંસો ખાતા મોત

બાબાપુર ગામે રહેતી અંજનાબેન રામભાઇ ચારોલીયા ઉ.૧૮ કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું ભાવનબેન બાબુભાઇ લીંબાણીએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

સમઢીયાળામાં મરામારી

ખાંભા તાલુકા સમઢીયાળા નં.ર ગામના લાખુબેન રાણીંગભાઇ વણઝર ઉ.પ૦ ને લાલાએ કહેલ ક ેતે નાના દિકરા હરેશને ઢોલ કેમ મારી હતી જેથી જણાવેલ કે ઢોલ તો મારીશ તેમ કહી જતા રહી લાલા, ઘનશ્યામ નાથાભાઇ, ભગવાન આતાભાઇ વણઝર આવી ધારીયા વડે માર મારી ઇજા કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છ.ે

મારી નાખવાની ધમકી

જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે રહેતા બાબુભાઇ જીવાભાઇ ટાંકેગઢીયા ગામના રણજીતભાઇની ધોળાદ્રી ગામે આવેલ જમીન વાવવા  રાખતા સારૃ નહિ લાગતા પુંજા આપભાઇ, ભના દડુભાઇ વરૃએ ઢીકા પાટુનો માર મારી ધમકી આપ્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઓટા ઉપર પછાડયો

લાઠી તાલુકાના ભીંગરાડ ગામે રહેતા પ્રકાશભાઇ શામજીભાઇ સોલંકીને જુના મનદુઃખના કારણે સુનીલ વશરામ પરમારે ગરદાન પકડી ઓટા ઉપર પછાડી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની લાઠી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:27 pm IST)