Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કાલે કેજરીવાલનો જામનગરના વેપારીઓ સાથે સંવાદ

વેપારીઓને પડતી મુશ્‍કેલીઓ સાંભળીને નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૫ : કાલે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય કન્‍વીનર અરવિંદ કેજરીવાલ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. કાલે બપોરે ૧ વાગ્‍યે ઓશવાળ સેન્‍ટર, સાત રસ્‍તા ખાતે વેપારીઓ અને ઉદ્યોગ સાહસીકો સાથે સંવાદ કરશે. જ્‍યારે રવિવારે છોટા ઉદયપુરમાં જાહેરસભા સંબોધશે.

તાજેતરમાં રાજકોટ ખાતે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રાજકોટ ખાતે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો ત્‍યારબાદ વેપારીઓને પડતી મુશ્‍કેલીઓને ધ્‍યાને લઇ તે અંગે નિવારણ કરવા માટે જણાવ્‍યું હતું.

આ કાર્યક્રમ બાદ કાલે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા જામનગરના વેપારીઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ યોજાયો છે જેમાં જામનગરના જથ્‍થાબંધ વેપારીઓ, ઇન્‍ડસ્‍ટ્રીયલ, રીટેલ વેપારીઓને સાંભળશે તેમની સાથે યોજાયેલા આ સંવાદમાં તેમને પડતી મુશ્‍કેલીઓનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેમ નિલેશકુમાર ખાખરિયા - જિલ્લા શહેર મીડિયા સેલ ઇન્‍ચાર્જ આમ આદમી પાર્ટી, જામનગરએ જણાવ્‍યું છે.

(1:26 pm IST)