Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જામનગરમાં બનાવટી ઇન્‍જેકશન ફેકટરીનો વધુ એક આરોપી ઝબ્‍બે

જામનગર,તા. ૫ : જામનગર સીટી સી ડીવી. પો.સ્‍ટે. ના બી પોર્ટ ગુ.ર.નં. ૧૦૫૩/૨૦૨૨ પ્રાણી(ઢોર) ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ની કલમ-૧૨ મુજબના ગુનાના ફરારી આરોપી સામત હરદાસભાઇ ગોજીયા રહે. વિજયભાઇ જકાતનાકા પાસે જામનગર વાળો હાલ કેશવ હોટલથી આગળ રોડ પર ઉભેલ હોય જેથી સદર જગ્‍યાએ જતા મજકુર ઇસમ મળી આવતા મજકુર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મજકુર ઇસમની પુછપરછમાં મજકુર આરોપી વિરૂધ્‍ધ સુરેન્‍દ્રનગર જીલ્લામાં બનાવટી ઇન્‍જેકશન બાબતે ગુનો દાખલ થયેલ છે.

(1:26 pm IST)