Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જામનગરના નવા ગામે દારૂ ઝડપાયો :

જામનગર : નવાગામ ઘેડ, માડમ ફળી, ઘેલુભાઇ માડમના ઘર પાસે રહેતા જયેશ રમેશભાઇ ચાવડાઅ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે મંગાવી રાખેલ છે. જે હકીકત આધારે રેઇડ કરી આરોપી જયેશ રમેશભાઇ ચાવડા આહિર (ઉવ.૨૨) ધંધો દૂધનો રહેડ નવાગામ ઘેડ વાળાને દારૂની બોટલો નંગ ૧૦૨ કિં. રૂા. ૫૧,૦૦૦ તથા મોબાઇલ નંગ ૧ કિ. રૂા. ૫૦૦ ગણી કુલ કિં. રૂા. ૫૧,૫૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. જેના વિરૂધ્‍ધ ધોરણસર થવા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંઞ જાડેજાએ ફરીયાદ આપેલ છે. અને પો.સબ. ઇન્‍સ. સી.એમ.કાંટેલીયાનાઓએ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પોલીસ ઇન્‍સ. કે.જે.ભોયે તથા સર્વેલન્‍સ સ્‍કોર્ડના પો.સબ.ઇન્‍સ. સી.એમ. કાટેલીયા તથા એ.એસ.આઇ હિતેશભાઇ એમ.ચાવડા તથા પો.હેડ કોન્‍સ. રવિરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશભાઇ રાણા તથા પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠીયા,મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(1:26 pm IST)