Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જામનગરના દરેડમાંથી પિતળના સળીયાના ભંગાર સાથે અજય ગૌસ્‍વામી ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૫ : જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સુચના તથા એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે.ગોહિલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્‍ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્‍ટાફના માણસો જામનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરેડ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી આરોપી અજયભાઇ હસમુખગીરી ગૌસ્‍જામી રહે. દરેડ પ્રણામી પાર્ક મુળ ગામ નવીપીપળ તા. લાલપુર જી. જામનગર નાઓના કબ્‍જામાંથી પિતળના સળીયા ભરેલ ભંગારના ત્રણેય બાચકામાં રહેલ પિતળ ભંગારના સળીયન કિલો ૧૨૦ જે કુલ રૂા. ૪૮,૦૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે.કે.ગોહીલની સુચનાથી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપસિંહ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફિરોજભાઇ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ જે. જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:25 pm IST)