Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ફલ્લા ગામે લમ્‍પી વાયરસને કંટ્રોલ કરતા પશુ ડોકટર તથા સેવાભાવી યુવાનોની ટીમ

ફલ્લા તા. પ :.. જામનગર તાલુકાનાં ફલ્લા ગામે લમ્‍પી વાયરસને પશુ ડોકટરની ટીમ તથા સેવાભાવી યુવાનોની ટીમે અથાગ મહેનત કરીને કંટ્રોલ કર્યો છે. ફલ્લા વિસ્‍તારમાં લમ્‍પી વાયરસ દેખાતા અને બે-ચાર ગાય - ખુટીયાનાં મોત થતા પશુ ડોકટર ડી. લી. ગુર્જર, ડ્રેસર મહેશ વાણીયાએ તાત્‍કાલીક દરેક ગાયોને રસી આપી દીધી હતી.

જયારે ગામનાં યુવાનો તથા પીઢ વેપારીઓએ તર્ક લગાવી લમ્‍પી વાયરસને ડામવા માટે ખોરાકની શોધ કરી હોઇ તેમ પશુઓ માટેની ચાર પેરાસીટામોન ગોળીનો છકડો કરી ર૦૦ ગ્રામ જેટલા, ખાંડના લાડવામાં ભેળવી છાપાનાં કાગળમાં પડીકું વાળીને ગામનાં રેઢીયાળ તથા માલીકીનાં ઢોરને ખવડાવતા ઢોર બચી જવા પામેલ. જે ગાયોને લમ્‍પી વાયરસની અસર હતી તે આ સેવાભાવી યુવાનોની સેવાથી સાજી થયેલ છે. આવી જ સેવા છેલ્લા આઠ દિવસથી કરતા ગામની ગાયોમાં આ વાયરસની સામે લડાઇ કરવાની પુરી તાકાત મળેલ છે.

આ યુવાનોનું કહેવાનું છે કે, લમ્‍પી વાયરસને કંટ્રોલ કરવા માટે ખાંડનાં લાડવા પણ અકસીર ઇલાજ છે. ફલ્લા ગામે આ કિમીયો ચાલ્‍યો છે. જયાં જયાં આ લમ્‍પી વારસનું વધારે પડતી અસર હોઇ ત્‍યાં દવા સાથે ખાંડનાં (મોનીયા) લાડવા ખવડાવવાથી ઘણો જ ફાયદો થાય છે.

(1:25 pm IST)