Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જામનગરના મેઘપરમાં ૨૬ ગેસના બાટલા સાથે ઝડપાયો

જામનગર,તા.૫: જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના તથા એલ.સી.બી. ના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ.શ્રી કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્‍ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસ્‍તારમા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા,

દરમ્‍યાન એલ.સી.બી. સ્‍ટાફના પોલીસ કોન્‍સ અજયસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્‍સ યશપાલસિંહ જાડેજા તથા દોલતસિહ જાડેજા ને મળેલ હકિકત આધારે મજકુર રામસ્‍વરૂપ મદનલાલ પારીકે બ્રામણ રહે.પડાણાગામ તા.લાલપુર જી.જામનગર વાળાના કબ્‍જામાથી નાનામોટા ગેસના ભરેલા બાટલા નંગ-૧૦ તથા ખાલી બાટલા નંગ-૧૬ મળી કુલ બાટલા નંગ-૨૬ તથા ગેસ રીફીલીંગના સાધનો મળી કુલ કી.રૂ. ૬૧,૫૦૦/- નો મુદામાલ બિલ આધાર વગરનો મળી આવતા શક પડતી મિલ્‍કત તરીકે કબ્‍જે કરી મજકુર ઇસમ વિરૂધ્‍ધ પોલીસ હેડ કોન્‍સ યશપાલસિંહ જાડેજા એ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ.શ્રી કે.કે.ગોહીલની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા ,રાકેશભાઇ ચૌહાણ તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(1:25 pm IST)