Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

માધવપુર નજીક દરીયાકાંઠે બિનવારસી ર૧ પેકેટોમાં ૩પ લાખનું હશીશ હોવાનો એફએસએલનો રિપોર્ટ

નશીલા પદાર્થ હશીશ જથ્‍થા અંગે અજાણ્‍યા શખ્‍સો સામે માધવપુર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૫: માધવપુર અને ગોરસર વચ્‍ચે દરીયા કાંઠા ઉપરથી મળી આવેલા બિનવારસી ર૧ પેકેટોની અંદર નશીલો પદાર્થ હોવાની શંકા જતા જેની ચકાસણી માટે મોકલતા ર૧ પેકેટોમાં નશીલો પદાર્થ હશીશ (મારીજુઆના) કે જેની કિંમત ૩૪,૮૧,ર૦૦ હોવાનો એફએસએલનો રિપોર્ટ આવેલ છે.

માધવપુર દરીયા કાંઠે ર૧ બિન વારસી પેકેટોમાં હશીશ હોવાનું ખુલતા આ ૩૪,૮૧ લાખની કિંમતના હશીશ જથ્‍થા અંગે અજાણ્‍યા શખ્‍સો સામે માધવપુર પોલીસ સ્‍ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

(2:27 pm IST)