Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પોરબંદરમાં ઉપરવાસમાંથી આવતા નદીના પુરના પાણીને સમાવવાના અનામત પ્‍લોટમાં બગીચો...?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૫: નગર પાલીકાના પુર્વ પ્રમુખ સ્‍વ. રમેશભાઇ હિંગલાજીયાએ સને ૧૯૯૮ની સાલમાં પોરબંદર જીલ્લાના સર્વપ્રથમ જીલ્લા કલેકટર મનોજકુમારદાસને તેમજ પુર્વ વર્તમાન ધારાસભ્‍ય પુર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખરીયા વિગેરેને સીટી સરવે કચેરીના સરવે નંબર સંદર્ભે તા.૧૧-૪-૧૯૯૮ના લેખીત વાંધા અરજી સરકારી અનામત જગ્‍યાઓમાં થયેલા અને વેચાણ અંગે વિસ્‍તૃત વાંધા અરજી આપતા જણાવેલ કે પોરબંદર સીટી સર્વે વિભાગ તથા પોરબંદર નગરપાલીકા ટાઉન પ્‍લાનીંગ નકશામાં ચોક્કસ હિત અને હેતુ માટે જગ્‍યાઓ નિયત થયેલ છે. તે હેતુ માટે નિયત થયેલી જગ્‍યાઓમાં, ટાઉન પ્‍લાનીંગ કમિશ્નર  તથા નગર પાલીકા તરફથી હેતુ માટે ફેરફારના ઠરાવ તથા તે અંગેની લગતા વિભાગના સચિવશ્રીની મંજુરી સિવાય જગ્‍યાનો ઉપયોગ મનસ્‍વી રીતે કે ગેરબંધારણીય રીતે થઇ શકતો નથી. આવી બાબતો જયારે જયારે અને જયાં જયાં થવા પામી છે તે અંગે જે તે સમયના જિલ્લા કલેકટરશ્રીનું ધ્‍યાન દોરવા પ્રયત્‍ન કરેલા છે.

સરકારી મહેસુલ વિભાગના જાહેરનામા નંબર ૭ રીઝર્વ પ્‍લોટ જે રાખવામાં આવેલ છે તે પૈકી અનુક્રમે રીઝર્વ-૬ વાળુ હઇસ્‍કુલ ગ્રાઉન્‍ડ તરીકે ઓળખાતુ ક્રિકેટ મેદાન કે જે રેવન્‍યુ સરવે નંબર (૯) માં આવેલ છે અને ગ્રાઉન્‍ડનો કબજો રાજયના શિક્ષણ વિભાગનો છે. સતા પ્રકાર (જી) ન઼બર (૯)ની આ જમીનના આધારે સીટી સરવે પોરબંદર જિલ્લો પોરબંદરના સીટી સર્વે નંબર ૧૬પપ થી રજીસ્‍ટર છે જેની માલીકી સરકારશ્રી હસ્‍તક છે. આ સિવાયના રીઝર્વ પ્‍લોટમાં (૧) ચોપાટી મેદાન (ર) ચર્ચ પાછળ ન્‍યાયધીશોના બંગલા માટેની જમીન (૩) વિકાસ કોલોની સોની બોર્ડીગ પાછળનો ભાગ (૪) મામલતદાર  કવાર્ટરની જમીન (પ) કામદાર ચોક (૬) જુના બાકસના કારખાનાવાળી જમીન (૭) ખીજદડી પ્‍લોટ  આ સાત અનામત પ્‍લોટમાં નગર પાલીકાને તો જમીન વેચાણનો અધિકાર પ્રાપ્ત થતો નથી. પરંતુ સરકારશ્રી માં પણ આ અનામત જગ્‍યા જે હેતુ માટે વેચાણ કે પટ્ટાથી આપવાની હોય તો પણ વિધી કરવાની રહે છે. જે મુજબ સીટી સરવે જે જમીન અન્‍ય સરકારી ખાતા માહે બીજી હેતુ માટે તબદીલ થઇ છે.

સીટી સરવેની નોંધ (રેકોર્ડ) ઉપર છે તે મુજબ (૧) પોલીસ ડીપાર્ટમેન્‍ટ પરેડ ગ્રાઉન્‍ડ માટે ચો.મીટર ૬ર,ર૭પ૭પ (ર) જીલ્લા અધિકારી પોરબંદર ચો.મીટર ૩ર૧૭.૮૬ (૩) કાર્યપાલક ઇજનેર ગ્રામ્‍ય માર્ગ યોજના જુનાગઢ ચો.મી.૧ર૦૦ (૪) મદદનીશ વનસંરક્ષકશ્રી બરડા અભ્‍યારણ પોરબંદર માટે ચો.મી. પપ૦૦ કુલ બધા મળીને ચો.મીટર ૭ર૧૯૬ થાય છે. જે સીટી સરવેના ક્ષેત્રફળમાંથી તબદીલ થતા બાકી રહેલી કુલ જમીનનું ક્ષેત્રફળ ૧,૯ર૯ર૪ રહેવા જણાય છે. આ સરકારી માલીકીની જમીનમાંથી જે કોઇ પણ જમીનનું વેચાણ કે દબાણ થયું તે કથિત ગેરકાયદેસર અને ભ્રષ્‍ટાચાર આધીન છે. ઉપરની અધિકૃત નોંધ તા. ૧૬-૬-૯૭ સુધીની છે. જેના સમર્થનમાં પ્રમાણીત દાખલાની ખરી નકલ આ સાથે શામીલ છે. આવુ દબાણ કરનાર કે કરાવનારાઓની તપાસ કરવી જોઇએ.

૧૯૮૮-૮૯માં નિમાયેલા ડેપ્‍યુટી કલેકટર  પ્રેમકુમાર ગેરાએ તત્‍કાલીન પ્રમુખ-ઉપપ્રમુખ સહીત ર૪ સભ્‍યો સામે રૂા. ૮૮,૯૮,૩૧૩.૭૩ પૈસાની રીકવરી નોટીસો કાઢેલી આ જમીન વેચાણમાં જે ભ્રષ્‍ટાચાર વહીવટદારની જાણમાં આવેલ તે તો મહામુલી જમીન ઓછા ભાવે વેચાણ કરવા સબબ હતી. પરંતુ ખરેખર પાલીકા હસ્‍તકની એ જમીન હતી અને ન પણ હતી? કે પછી ચોપાટી મેદાનમાંથી સીટી સર્વે નાં. ૧૬પપ માંથી એ ગેરકાયદેસર દબાણ અને વેચાણ હતુ? તે અંગેની ખરાઇ તથા ચોકકસાઇ અને તપાસ કરવા કરાવવા માટે આ વાંધા અરજીથી માંગણી કરી છે અને જો ગેરકાયદેસર કે  ગેરરીતીભર્યુ હોય તો ધોરણસર ફોજદારી કરેલ કે પછી જે થઇ શકે તે પગલા ભરવા પત્ર દ્વારા જણાવ્‍યું હતું. પોરબંદર ટાઉન પ્‍લાનીંગના નકશામાં સરકારી તેમજ બિન સરકારી બધી જ જગ્‍યાઓ માટેનું ચોક્કસ પ્રોવીઝન છે. જે હેતુ માટેનું જે પ્રોવીઝન છે. તે હેતુ કે પ્રોવીઝનમાંથી આસી. કન્‍સલટીંગ સરવેયર ટાઉન પ્‍લાનીંગ (રાજકોટ) ફેરફારની મંજુરી આપેલ છે કે કેમ? તથા પાલીકાએ આ અંગે ઠરાવ કરેલ છે કે કેમ? તે પણ તપાસનો વિષય બને છે તેમ રમેશભાઇ હિંગાળીજીયા માજી પ્રમુખ પોરબંદર પાલીકાએ ઉલ્લેખ કરેલ.આ નકલ જાણ માટે તથા યોગ્‍ય કરવા તે સમયે વિનંતી સાથે તે સમયે મુખ્‍યમંત્રી કેશુભાઇ પટેલ, વજુભાઇ રૂડાભાઇ વાળા મંત્રીશ્રી નાણા મહેસુલ તેમજ બાબુભાઇ બોખીરીયા ધારાસભ્‍યને મોકલી હતી.

 આ રજુઆતના અનુસંધાને ધારાસભ્‍ય બાબુભાઇએ તા.રર-૪-૧૯૯૮ના નાણા મહેસુલ મંત્રીશ્રીને યોગ્‍ય કરવા પત્ર લખેલ છે.ઉલ્લેખનીય છે કે સરકાર હસ્‍તકના સાત પ્‍લોટ પૈકી ખીજદડી પ્‍લોટ ગ્રાઉન્‍ડ ચોમાસા દરમ્‍યાન ઉપવાસમાંથી આવતા લોકમાતાના પુરને સમાવવા માટે પાણીનો સોર્સ છે જે આજીવન અનામત રાખવાનો છે. જેમાં હાલ બગીચાનું કામ શરૂ થયું છે.

(1:23 pm IST)