Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જૂનાગઢમાં રાષ્‍ટ્રિય બાલ વિજ્ઞાન પરિષદ યોજાઇ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૩ : ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્‍ટ ઓફ સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી ગુજરાત સરકાર , જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી,  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા બ્રહ્મચારી ભગવતી એજ્‍યુકેશન ટ્રસ્‍ટ સંચાલિત બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્‍દ્રના સંયુક્‍ત ઉપક્રમે રાષ્‍ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૨ તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ અંતર્ગત સમગ્ર ભારતમાં છેલ્લા ૨૯ વર્ષથી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. આ વર્ષે પ્રોજેક્‍ટ થીમ બેઇઝ હોવાથી આ વર્ષની મુખ્‍ય થીમ ‘આરોગ્‍ય અને સુખાકારી માટે ઇકોસિસ્‍ટમ ની સમજણ' રાખવામાં આવેલ છે.  આ પ્રોજેક્‍ટનું દીપપ્રાગટય  જલ્‍પાબેન કયાડા જિલ્લા શિક્ષણાધિકારી  ,કંચન બેન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , ડો.માતંગ પુરોહિત પ્રેમાનંદ વિદ્યા મંદિર, ડો.એસ.આર.ગજેરા, હારદાસભાઈ વાઢેર,જયશ્રીબેન રંગોલીયા, વી.પી.આકોલ, જિગર રાદડિયા તથા સીટી તથા તાલુકાના શિક્ષકો હાજર રહી આ પ્રોજેક્‍ટ ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો. આ પ્રોજેક્‍ટનો મુખ્‍ય હેતુ બાળકોને વિજ્ઞાન વિષેની વિશેષ માહિતી એકઠી કરી પોતાની આસપાસમાં ઉદભવતી સમસ્‍યાઓનું જ્ઞાન મેળવે અને રૂઢીગત જ્ઞાનતંત્ર સુધારવા તથા જ્ઞાનમાં વધારો કરવાનો છે. તથા આ સ્‍પર્ધા ત્રણ તબક્કામાં યોજાશે. બાળકો, વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરી સારા ભવિષ્‍ય તરફ લઈ જશે તેવા હેતુથી સરકાર દ્વારા આ પ્રોજેક્‍ટ મુકવામાં આવેલ છે અને હાલ તેનું રજીસ્‍ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે.

 આ પ્રોગ્રામમાં  જૂનાગઢ જિલ્લામાંથી વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાઈ તેવી આશાઓ રાખવામાં આવેલ છે.  તેમ લોક વિજ્ઞાન કેન્‍દ્રના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાએ અખબારી યાદી માં જણાવેલ છે.

(1:23 pm IST)