Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જૂનાગઢના રિક્ષા ચાલકની કુનેહથી જામનગરના નાસેલા કિશોરનું પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

જૂનાગઢ શહેરમાં બસ સ્‍ટેન્‍ડ ખાતે રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક રવીન્‍દ્ર જન્‍મશંકર પંડ્‍યાએ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના કાળવા ચોકીના પીએસઆઇ કે.કે.મારું, એ.એસ.આઈ. વી. ડી. ગઢવી, પો.કો. ચંદ્રેશભાઇ, ચિરાગભાઈ, રઘુવીરભાઈ, પાસે એક ૧૫ વર્ષની ઉંમરના છોકરા સાથે આવી, જણાવેલ કે, આ છોકરો બસ સ્‍ટેન્‍ડ પાસે મળી આવેલ છે અને દીવ જવાની શંકાસ્‍પદ વાત કરેલ અને તેની માનસિક હાલત પણ બરાબર ના લાગતા, બી ડિવિઝન પોલોસ સ્‍ટેશન લાવવાની વાત કરેલ હતી.

  જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી - પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના  પીએસઆઇ કે.કે.મારૂં, એ.એસ.આઈ. વી. ડી. ગઢવી, પો.કો. ચંદ્રેશભાઇ, ચિરાગભાઈ, રઘુવીરભાઈ, સહિતની પોલીસની ટીમ દ્વારા મળી આવેલ છોકરાને તેનું નામ પૂછતાં, પ્રથમ તો કાંઈ જાણતો નહીં હોવાનું જણાવેલ. બાદમાં પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે જામનગર શહેરમાં ગોકુલનગર, શ્‍યામનગરનો રહેવાસી હોવાનું અને પોતાનું નામ હિમેશ  વસંતભાઈ ધોડિયા હોવાનું અને ધોરણ ૦૭ મા અભ્‍યાસ કરતો હોવાનું જણાવેલ. તેના પિતાના મોબાઈલ નંબર આધારે જામનગર પોલીસની મદદ લઈને તેના પિતા વસંતભાઈ માવજીભાઈ ધોડિયા સાથે સંપર્ક કરવામાં આવતા, પોતે સુતારી કામ કરે છે અને પોતાનો છોકરો સવારથી ગુમ હોઈ, પોતે પોલીસ સ્‍ટેશન ખાતે જાણ કરવા આવેલ હોવાની વિગતો જણાવેલ હતી. મળી આવેલ છોકરા હિમેશને વધુ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા, પોતાને અભ્‍યાસ કરાવનું ગમતું ના હોઈ, ફરવાનો શોખ હોવાની પણ વાત કરતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ દ્વારા મળી આવેલ છોકરાને જમાડી, છોકરો સ્‍વસ્‍થ થયો હતો. તેના પિતા વસંતભાઈ માવજીભાઈ ધોડિયા તથા પરિવારજનો જામનગરથી નીકળી તાબડતોબ જૂનાગઢ આવેલ અને  જૂનાગઢ પોલીસને મળી આવેલ છોકરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ છોકરો મળતા, પરિવારજનો છોકરાને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસ તથા રિક્ષાચાલક રવીન્‍દ્રભાઈ નો આભાર  માનેલ હતો. જૂનાગઢના રવીન્‍દ્રભાઈ રીક્ષા વાળા દ્વારા  પોતાને છોકરાની વર્તુણુંક શંકાસ્‍પદ લાગતા પોલીસ સમક્ષ લાવતા, જૂનાગઢ પોલીસ દ્વારા રિક્ષા ચાલક રવિન્‍દ્રભાઈ ની સમય સુચકતા તથા સેવાકીય ભાવના દાખવવા બદલ છોકરાના પરિવારજનો તથા મિત્રોની હાજરીમાં ખાસ સન્‍માર્નં કરવામાં આવેલ હતું.

(1:22 pm IST)