Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જૂનાગઢની અસ્‍થિર મથજની યુવતિને પોલસે દેહગામ જઇ સાથે લઇ આવી પરિવારને સોંપી

જૂનાગઢ,તા.૫ : સિનિયર સિટીઝન માં બાપ ઉપર જ્‍યારે સંતાનોની જવાબદારી હોય છે અને સંતાનો માં બાપને હેરાન કરી, ઘર છોડી જતા રહે અને એને શોધવા ઘરડા માં બાપ માટે કપરું કામ હોય છે. આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવે તો, મોટી ઉંમરના માતાપિતાનો પ્રશ્‍ન સોલ્‍વ થાય છે અને દીકરા દીકરીના ભવિષ્‍યના જીવન સુધરી જાય છે. આવો જ એક કિસ્‍સો જૂનાગઢ શહેરમાં સામે આવ્‍યો છે.

ગાંધીગ્રામ વિસ્‍તારમાં રહેતા અને નોકરી કરી, નિવળત્ત જીવન ગુજારતા ૭૦ વર્ષીય સિનિયર સીટીઝનએ માનવ અધિકાર મંચના હોદેદારો સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાની દીકરી માનસિક અસ્‍થિર હોઈ, અવાર નવાર ઘર છોડી નીકળી જતી હોઈ, ઘણા દિવસથી નીકળી ગયા પછી આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્‍ટેશન ખાતે મળેલ હોઈ, પોતાની તથા પોતાની પત્‍નીની ઉંમરના કારણે પોતે તેને લેવા જઈ શકે તેમ ના હોઈ, માનવ અધિકાર એનજીઓ ના હોદેદારો પોતાને મદદ કરવા તૈયાર હોય, પરંતુ, તેને દેહગામથી અહીંયા લાવવા માટે પોલીસ દ્વારા મદદ કરવા બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી

જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે સી ડીવિઝનના પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી દ્વારા અરજદારની રજુઆત આધારે સિનિયર સિટીઝન અરજદારની અસ્‍થિર મગજની દીકરીને ગાંધીનગરથી લાવવા માટે મહિલા પોલીસ ગુરમીત કૌરને માનવ અધિકાર એનજીઓના કાર્યકરો સાથે ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્‍ટેશન ખાતે મોકલી, જૂનાગઢ લાવવા માટે મદદ કરતા, દીકરી હેમખેમ જૂનાગઢ પહોંચેલ હતી. દહેગામ ખાતે દીકરી મળતા, દેહગામ પોલીસ સ્‍ટેશનના પીઆઈ જયદીપસિંહ રાઠોડ તથા સ્‍ટાફ દ્વારા જૂનાગઢ જાણ કરવામાં આવેલ અને દીકરીની સાર સંભાળ રાખી, જમાડી, પોલીસ સ્‍ટેશનમાં જ રાખવામાં આવેલ હતી.  જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરી, અરજદાર સિનિયર સિટીઝનની દીકરીને હેમખેમ જૂનાગઢ પહોંચાડતા, સિનિયર સિટીઝન અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યર્ક્‍તં કર્યો હતો.  જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને હવેથી તકેદારી રાખી, દીકરીની સારસંભાળ રાખવા વિનંતી કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ થતા, ભાવવિભોર થયા હતા.

(1:22 pm IST)