Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કેશોદમાં જન્‍માષ્ટમી નિમિત્તે ફરસાણ અને મીઠાઈનું વિતરણ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૫ : કેશોદમાં જન્‍માષ્ટમી નિમિત્તે જરૂરતમંદ પરિવારોને સામાજીક સંસ્‍થાઓ દાતાઓ તરફથી વિનામૂલ્‍યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવેછે. જે સારી બાબતછે દર વર્ષે જન્‍માષ્ટમી  પહેલાં ફરસાણ મીઠાઈનું વિતરણ કરવામાં આવેછે જેમાં અનેક જરૂરીયાતમંદ પરિવારોને જુદા જુદા દાતાઓ તરફથી વિનામૂલ્‍યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવેછે જેથી ઘણાં પરિવારોને જરૂરીયાત કરતા વધુ ફરસાણ અને મીઠાઈ એકત્ર થાયછે અને એ જરૂરીયાત કરતા વધુ હોવાથી બગાડ પણ થાયછે તો કોઈ જરૂરીયાતમંદ પરિવારો ફરસાણ અને મીઠાઈથી વંચિત પણ રહી જાયછે ત્‍યારે જુદી જુદી  સંસ્‍થાઓ દાતાઓના સંકલનના આયોજનના  અભાવે આવુ થતુ રહેછે જે  સંસ્‍થાઓ દાતાઓ સેવાકીય પ્રવળત્તિઓ કરેછે તે સરાહનીયછે પણ  સંસ્‍થાઓ દાતાઓ જો સંકલન કરી આયોજન કરવામાં આવે તો તમામ જરૂરીયાતમંદ પરિવારોને પણ લાભ મળી રહે

 બીજી તરફ ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવાની એક જાતની હરીફાઈ પણ જોવા મળેછે શરૂઆતના વર્ષોમાં એકાદ બે સંસ્‍થાઓ દ્વારા જરૂયાતમંદ પરિવારોને ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવતું હતુ. જે હાલમાં એક ડઝનથી વધુ સંસ્‍થાઓ દાતાઓ દ્વારા જન્‍માષ્ટમી નિમિત્તે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્‍યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવેછે જેમાં કોઈ પરિવારોને ત્રણથી ચાર કે વધુ સંસ્‍થાઓ તરફથી ફરસાણ અને મીઠાઈ વિતરણ થાયછે તો કોઈ જરૂરીયાતમંદ પરિવારોને એક પણ સંસ્‍થા તરફથી મળતું નથી ખરેખર આવા સંજોગોમાં જુદી જુદી સંસ્‍થાઓ દાતાઓના સંકલન અને આયોજન પુર્વક કરવામાં આવે તો જરૂયાતમંદ એક પણ પરિવાર વંચિત રહી ન જાય તે જોવુ પણ જરૂરીછે.

 કેશોદ શહેરમાં ઘણાં જરૂયાતમંદ પરિવારોછે દાતાઓ તરફથી ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવેછે તેની સેવાકીય પ્રવળત્તિ ધન્‍યવાદને પાત્રછે પણ તમામ સંસ્‍થાઓ દાતાઓ દ્વારા મીટીંગ યોજી અલગ અલગ વિસ્‍તાર નક્કી કરી આયોજન પુર્વક વિતરણ કરવામાં આવે તો ખરેખર જરૂયાતમંદ તમામ પરિવારોને લાભ મળી રહે છતાં પણ ફરસાણ અને મીઠાઈનો વધારો રહેતો હોય તો કેશોદ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ તમામ ગામોમાં બે પાંચ જરૂયાતમંદ પરિવારોને પણ લાભ મળી રહે તેવુ આયોજન થાય તો દાતાઓ સંસ્‍થાઓ સેવાકીય -પ્રવળત્તિઓમાં વધુ સફળતા મળે સાથે કોઈપણ જરૂયાતમંદ પરિવારો લાભથી વંચિત ન રહી અન્‍ય પરિવારોની જેમ જન્‍માષ્ટમી ઉજવણી કરી શકે સાથે સાથે તે જોવું પણ જરૂરીછે.

(2:27 pm IST)