Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વિસાવદર કોર્ટમાં કોન્‍ટ્રાકટ બેઝવાળા વધુ ૨ સ્‍વીપરની આવશ્‍યકતા : ટિમ ગબ્‍બરની રજુઆત

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૫ : વિસાવદર ટિમ ગબ્‍બર ગુજરાતના કે.એચ.ગજેરા-એડવોકેટ,સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીએ સંબંધકર્તાઓને લેખિતમાં રજુઆતમાં જણાવેલ છે કે, વિસાવદર કોર્ટ બિલ્‍ડિંગમાં છેલ્લા ઘણા સમયથી માત્ર બે જ કોન્‍ટ્રાકટ બેઇઝથી સ્‍વીપરની નિમણુંક કરવામાં આવેલ છે. વિસાવદર કોર્ટ વિસ્‍તાર ખૂબ જ મોટો હોય અને તેના ગ્રાઉન્‍ડમાં પણ નિયમિત સાફસફાઈ કરવાની થતી હોય માત્રને માત્ર બે જ સ્‍વીપર હોવાના કારણે પહોંચી શકતા ન હોય અને તેના કારણે અવારનવાર ગ્રાઉન્‍ડમાં કચરાના ઢગલા ભેગા થતા હોય અને બન્ને સ્‍વીપરો કોર્ટ કામગીરીની સાફ સફાઈમાં વ્‍યસ્‍ત હોવાના કારણે પહોંચી શકતા ન હોય જેથી વિસાવદર કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં સાફ સફાઈ માટે તથા કોર્ટની સાફ સફાઈ માટે વધારાના બે સ્‍વીપરો ફાળવવા ટિમ ગબ્‍બરના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીએ માંગ કરી છે.

(1:18 pm IST)