Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જામનગર પાલિકા દ્વારા નગરના ૪૮૩માં સ્‍થાપના દિન નિમિત્તે હેરિટેજ વોક અને ખાંભી પૂજન યોજાયું

જા. મ્‍યુ. કો. દ્વારા આયોજિત હેરિટેજ વોકમાં બહોળા પ્રમાણમાં સંસ્‍થાઓ, સંગઠનો, સરકારી - ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૫ : જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના ૪૮૩માં સ્‍થાપના દિન નિમિત્તે આજે સવારે સાત વાગ્‍યે હેરિટેજ વોક નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ હેરિટેજ વોકમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી સહિતનાᅠ પદાધિકારીઓ,ᅠ અધિકારીઓ વિવિધ સંસ્‍થાઓ, શાળાઓના બાળકો બહોળા પ્રમાણમાં જોડાયા હતા આ હેરિટેજ વોકમાં ૩૦૦૦થી વધુ સંસ્‍થાઓ, શાળાઓના બાળકો જોડાયા હતા.ᅠ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જામનગરના ૪૮૩માં સ્‍થાપના દિન નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે ખંભાળિયા ગેટથી દરબારગઢ સુધી હેરિટેજ વોક યોજાયું હતું આ હેરિટેજ વોકમાં જામનગરની વિવિધ ધાર્મિક, સામાજિક સંસ્‍થાઓ વિવિધ સંગઠનો સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા બહોળા પ્રમાણમાં શહેરીજનો તિરંગા સાથેના આ હેરિટેજ વોક મા જોડાયા હતા આ કાર્યક્રમમાં અંદાજિત ૩૦૦૦થી ૩૫૦૦ᅠ જેટલા સંસ્‍થાકીય લોકો અને સરકારી ખાનગી શાળાના બાળકો જોડાયા હતા.

આ હેરિટેજ વોક ની શરૂઆત શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારી એ પ્રસ્‍થાન ખંભાળિયા ગેટ થી કરાવ્‍યું હતું તિરંગા સાથેનું આ હેરિટેજ વોક ભુજીયો કોઠો થઈ લાખોટા લેખ ગેટ નંબર ૮ થી પ્રવેશ કરી જામ રણજીતસિંહજી ની પ્રતિમા ખાતે જઇ લાખોટા ગેટ નંબર ૬ થી માંડવીᅠ થઈ ટાવર દરબાર ગઢ ખાતે પહોંચ્‍યું હતું દરબાર ગઢના સર્કલ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ અને શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રગાન બાદ આ હેરિટેજ વોક પૂર્ણ થયું હતું.

હેરિટેજ વોકની પુર્ણાહુતી બાદ દિલાવર સાયકલ સ્‍ટોર ખાતે જામનગરના ૪૮૩માં સ્‍થાપના દિન નિમિત્તેના પદાધિકારીઓ અધિકારીઓ દ્વારા ખાંભીનું પૂજન કરવામાં આવ્‍યું હતું. આ ખાંભી પૂજનના મુખ્‍ય યજમાન મેયર બીનાબેન કોઠારી રહ્યા હતા તેઓએ શાષાોક્‍ત વિધિ-વિધાન પૂર્વક દિલાવર સાયકલ સ્‍ટોર ખાતે આવેલ જામનગરની સ્‍થાપના થયેલ હોય તે ખાંભીનુંᅠ પૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કમિશનર વિજય કુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી ,નાયબ કમિશનર એ.કે.વસ્‍તાણી, આશી કમિશનર બી.જે.પંડ્‍યા, સિવિલ શાખાના સિટી એન્‍જિનિયર ભાવેશ જાની, સ્‍ટે. ચેરમેન મનીષ કટારીયા ડે.મેયર તપન પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્‍યા, દંડક કેતન ગોસરાણી, નોડલ ઓફિસર અને હાઉસિંગ વિભાગના ઇજનેર અશોક જોષી, સ્‍પોર્ટ્‍સ મેનેજર કે.સી.મહેતા,ᅠ મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગીયાᅠ મહામંત્રી રેખાબેન વેગડ, શહેર ઉપાધ્‍યક્ષ ધરતીબેન ઉમરાણીયા,ᅠ જિલ્લા યોગકોચ પ્રીતિબેન શુક્‍લા, રાજહંસ પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ મેમ્‍બર અમીબેન પરીખ, તમામ વોર્ડના કોર્પોરેટરો, UCD વિભાગના મેનેજરો, સમાજ સંગઠનો, આરક્‍યોલોજી વિભાગના ક્‍યુરેટરᅠ હેરિટેજ વોક અનેᅠ ખાંભી પૂજનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કમિશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનરᅠ એ.કે.વસ્‍તાણી, આશી. કમિશનર બી.જે. પંડ્‍યા, સિટી એન્‍જિનિયર ભાવેશ જાનીના માર્ગદર્શન મુજબ પ્રોજેક્‍ટ એન્‍ડ પ્‍લાનીંગ વિભાગનાᅠ એન્‍જિનિયર ભાવેશ જાની, જુ. એન્‍જીનીયર રાજીવ જાની,ᅠ કેતન સંઘાણી, વર્ક આસિસ્‍ટન્‍ટ એન્‍ડ સિવિલ એન્‍જિનિયર જીગર જોષી, હિરેન સોલંકી, અર્જુન સિંહ જાડેજા તથા પ્રોજેક્‍ટ એન્‍ડ પ્‍લાનિંગ વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી.

(1:16 pm IST)