Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

માંગરોળ દરીયા કિનારેથી ૬૦ લાખનું ૩૯ કિલો ચરસ જપ્‍ત

જુનાગઢ એસઓજીની ટીમે રાતભર સર્ચ ઓપરેશન કરી જપ્ત કર્યો : મીડીયા સાથે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની વાતચીતઃ ત્રણેય જીલ્લાના દરીયા કિનારે સર્ચ ઓપરેશન એટીએસ કોસ્‍ટગાર્ડને એલર્ટ કરવામાં આવ્‍યા છે -રવિ તેજા વાસમ શેટ્ટી

ઉપરોકત તસ્‍વીરમાં  ચરસના મળેલ જથ્‍થા અંગે મીડીયા સાથે વાતચીત  કરતા એસપી રવિતેજા વાસમશેટ્ટી  તેમજ ચરસને જપ્ત કરનાર એસઓજી પીઆઇ એ.એમ.ગોહીલ તથા સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. પ :.. જુનાગઢ જિલ્લાના માંગરોળ દરિયા કિનારે થી એસઓજીની ટીમે ૩૯ કિલો ચરસ કિ. ૬૦ લાખ રાતભર સર્ચ ઓપરેશન કરી જપ્ત કરેલ છે.
આ અંગે એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે જુનાગઢ એસઓજીને બાતમી મળેલ કે માંગરોળ દરીયા કિનારે શંકાસ્‍પદ ચીજ મળેલ છે અને એસઓજીના પીઆઇ એ. એમ. ગોહીલ, પીએસઆઇ જે. એમ. વાળા તથા એએસઆઇ મહેન્‍દ્રભાઇ કુવાડીયા, પુંજાભાઇ ભારાઇ, સામતભાઇ બારીયા, હે. કો. અનિરૂધ્‍ધસિંહ ચાંપરાજભાઇ વાંક, મજીદખાન પઠાણ, રવિભાઇ ખેર તેમજ ભરતસિંહ સિંધવ, શૈલેન્‍દ્રસિંહ સિસોદીયા, કૃણાલ પરમાર, વિશાલ ડાંગર, જયેશ બકોત્રા, બાબુભાઇ કોડીયાતર સહિતની ટીમે સમગ્ર દરિયાઇ પટ્ટી પર અલગ અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ દરમ્‍યાન ૩૯ કિલો ચરસ કિ. રૂા. ૬૦ લાખ મળી આવેલ.
એસ.પી. રવિતેજા વાસમ શેટ્ટીએ વધુમાં જણાવેલ કે જુનાગઢ એસઓજી એ આ ચરસનો જથ્‍થો ઝડપાયા બાદ દરિયાઇ વિસ્‍તાર ધરાવતા તમામ જિલ્લાની પોલીસને જાણ કરેલ છે.
જે આધારે અન્‍ય જિલ્લાની પોલીસ ખાસ કરીને નજીકના જીલ્લા પોરબંદર, ગિર સોમનાથને તાત્‍કાલીક પેટ્રોલીંગ કરવા જણાવેલ જેથી તેઓ દ્વારા પણ પેટ્રોલીંગ શરૂ કરવામાં આવેલ અને તેઓને પણ ચરસનો જથ્‍થો મળેલ ખાસ કરીને આ ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવી બરબાદ કરવા દેશના દુશ્‍મનોના ષડયંત્ર અને નશાના કારોબારનો જૂનાગઢ એસઓજીએ પર્દાફાશ કર્યો છે. આ ટીમને હું અભિનંદન આપુ છું.
ચરસના આ મળેલ જથ્‍થા અંગે એટીએસ અને કોસ્‍ટ ગાર્ડને પણ એલર્ટ કરવામાં આવેલ હોવાનું એસપી એ અંતમાં જણાવ્‍યું હતું.

 

(11:58 am IST)