Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ખંભાળીયામાં ભાજપના જિલ્લા કાર્યાલયે દ્વારકેશ કમલમના બાંધકામની શરૂઆત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. પ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપનું કાર્યાલય ખંભાળીયામાં હર્ષદપુર પાસે બનાવવાનું નકકી કરાયું હોય ગઇકાલે આ બિલ્‍ડીંગના બાંધકામની શરૂઆત કરાઇ હતી.

ભાજપના કાર્યાલય મંત્રી કિરીટભાઇ ખેતિયાએ સંસ્‍કૃત શ્‍લોક બોલી કાર્યની શરૂઆત  શુભ ચોઘડીયે કરાવી હતી તથા જેસીબીથી પાયા ખોદીને કાર્ય શરૂ કર્યુ હતું.

ભાજપના જિલ્લા મહામંત્રી મયુરભાઇ ગઢવીએ સાડાચારેક કરોડના ખર્ચે બનનાર આ દ્વારકેશ કમલમ કાર્યાલય જે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં અનોખું બનશે તેની વિગતો આપી હતી જેમાં આર્કિટેક શૈલેષભાઇ જોશી તથા તેમની ટીમ પણ જોડાઇ હતી.

ઉપસ્‍થિત ભાજપ જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલ દ્વારા પણ વકતવ્‍ય કરાયું હતું તથા સુંદર રીતે આયોજનની જાણકારી અપાઇ હતી.

કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ મહામંત્રી શૈલેષભાઇ કણઝારીયા, પૂર્વ જિ. પં. પ્રમુખ પાલાભાઇ કરમૂર, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઇ નકુમ, સંજયભાઇ ગઢવી, હિતેન્‍દ્રભાઇ આચાર્ય, જીજ્ઞેશભાઇ પરમાર, હરેશભાઇ ભટ્ટ, અજુભાઇ ગાગીયા, ભરતભાઇ ચાવડા, બલુભાઇ ગઢવી, હર્ષદપુરના સરપંચ શ્રી તથા આગેવાનો હસુભાઇ ધોળકીયા, અંકિતાબેન કણઝારીયા પણ ઉપસ્‍થિત રહ્યા હતાં.

(11:57 am IST)