Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કોટડાપીઠામાં લમ્‍પી રસીકરણ કેમ્‍પ યોજાયો

કોટડાપીઠા : બાબરા તાલુકાના કોટડાપીઠા ખાતે અમર ડેરીના પ્રણેતા દિલીપભાઇ સંઘાણી તેમજ અશ્‍વિનભાઇ  સાવલીયાનાં માર્ગદર્શન નીચે લમ્‍પી રસીકરણ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેમાં કોટડાપીઠા ખાતે અમરેલી જીલ્લા સહકારી દુધ ઉત્‍પાદક સંઘ કોટડાપીઠા બી.એમ.સીના મુખ્‍ય સંયોજક નાથાભાઇ રબારીના સહયોગથી કેમ્‍પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્‍યામાં પશુપાલકોએ પોતાના પશુઓને લમ્‍પી વાયરસ સામે રક્ષણ માટે રસીકરણ કરાવેલ. રસીકરણ નિઃશુલ્‍ક કરવામાં આવતા પશુપાલકોમાં આ કાર્યની પ્રશંસા થઇ રહી છે. પશુ ચિકિત્‍સક જાની તેમજ ઠુમ્‍મર દ્વારા રસીકરણ કરવામાં આવેલ હતું. કોટડાપીઠાના પશુપાલકોએ આ કેમ્‍પનો મોટી સંખ્‍યામાં લાભ લીધો હતો.(તસ્‍વીર-અહેવાલ : ભરત મેહતા કોટડાપીઠા)

(12:20 pm IST)