Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વાંકાનેરની કે. કે. શાહ વિદ્યાલયમાં વન મહોત્‍સવ

વાંકાનેર : કે. કે. શાહ  માધ્‍યમિક અને ઉ.મા. વિદ્યાલયમાં વન મહોત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યલયના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ વૃક્ષરોપણ કર્યુ હતું. તેમજ ૪૦૦થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઘર આંગણે વાવો લીલા શાકભાજી જેવા પ્રયોગો શરૂ કર્યા છે. ૧૦૦ જેટલા બાળકો વરસાદનું પાણી બચાવવાની કામગીરી કરી રહ્યા છે. સાથે સ્‍વદેશી અપનાવો  દેશ બચાવોના સંકલ્‍પ કર્યો હતો. તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા સંકલ્‍પ લેવામાં આવ્‍યો હતો કે સૌ પર્યાવરણનું જતન કરીશુ, વરસાદી પાણી બચાવીશુ તથા સ્‍વદેશી વસ્‍તુ વાપરીશુ તેમજ લોકશાહીનું જતન કરીશું. આ વન મહોત્‍સવ કાર્યક્રમમાં પૂર્વ છાત્રાઓ, ટ્રસ્‍ટીગણ, સહાયકગણ, તથા ટ્રાફિક પોલીસના જવાનો તથા વાંકાનેર સ્‍ટેટના રાજવી પરિવારના મહારાણા કેશરીસિંહજી દિગ્‍વિજયસિંહજી ઝાલાની ઉપસ્‍થિતી રહી હતી.(તસ્‍વીર-અહેવાલ : લિતેશ ચંદારાણા વાંકાનેર)

(11:52 am IST)