Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ઉપલેટા દુધ સહકારી મંડળીમાં લમ્‍પી રસીકરણ અભિયાન પુર્ણ

ઉપલેટા : દુધ ઉત્‍પાદક સહકારી મંડળીમાં દુધ ભરતા પશુપાલકોની ૫૦૦થી વધુ ગાયોમાં  લમ્‍પીનું રસીકરણ કરવામાં આવ્‍યુ છે. રાજકોટ ડેરીના માર્ગદર્શન નીચે લંમ્‍પી રસીકરણ અભિયાન ચાલી રહયું છે. દુધ મંડળીના પશુ દવાખાનાના વેટરનરી ઓફિસર ડો. કલ્‍પેશ ડોબરીયા રસીકરણની કામગીરી કરી રહયા છે. ઉપલેટા દુધ ઉત્‍પાદક સહકારી મંડળીના પ્રમુખ ડાયાલાલ ગજેરાએ જણાવેલ છે કે દુધ મંડળીના પશુ પાલકોની ગાયોમાં રસીકરણ કરી દેવામાં આવેલ છે. રાજકોટ ડેરીની સુચના મળ્‍યા પછી ભેંસોમાં પણ રસીકરણ કરવાની તૈયારી  છે. દુધ મંડળીના મંત્રી દિનેશભાઈ કંટારીયાએ પશુ સારવારમાં અંધશ્રધ્‍ધા નહી વૈજ્ઞાનીક સારવારમાં શ્રધ્‍ધા રાખવા જણાવેલ છે.(અહેવાલ : જગદીશ રાઠોડ તસ્‍વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)

(11:51 am IST)