Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

બોટાદ પોલીસ સ્‍ટેશનમાં મોહરમના તાજીયા અંગે શાંતિ સમિતીની મિટીંગ મળી

 બોટાદ :  પોલીસ સ્‍ટેશનમાં આગામી તા.૮ ના ઈસ્‍લામિક ધર્મના તાજીયા મોહરમ પ્રસંગે શાંતિ સમિતિની મિટીંગ મળેલ. તેમા બોટાદના ઈન્‍ચાર્જ એસપી વ્‍યાસ તથા પીઆઈ ચૌધરી તથા આઈબીના જમાદાર અરવિંદભાઈ તેમજ ઈસ્‍લામિક ધર્મના મહાનુભાવો સાથે  પુર્વ પ્રમુખ  હબીબભાઈ જાંગડ તથા અન્‍ય આગેવાનો તથા બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તથા કથાકાર ભાવેશબાપુ શુક્‍લ મહંતમહાકાળી ધામ બોટાદ ,તથા નવહથ્‍થાહુમાનજી મંદીરના મહંત નિર્મળગીરી સરસ્‍વતી ,તથા ત્‍યાગી જસરાજદાસજી મહાકાલી આશ્રમ બોટાદ,તથા જગન્નાથજી મંદિર ગિરનારી આશ્રમના મહંત રાજગીરીબાપુ,  શનિદેવ મંદિરના મહંત જમનાદાસજી મહારાજ ઉપસ્‍થિત રહેલ. આ શાંતિ સમિતિની મિટીંગ પુરી થયા પછી બધા સંતો મહંતો સાથે ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સામતભાઈ જેબલીયા બધાને સાથે લઈ તુરખા રોડે આવેલ બોટાદ મહાજન પાંજરાપોળ ગૌશાળાની મુલાકાતે ગયેલ. ૩૦૦૦ ગૌવંશમાં જીવલેણ લમ્‍પી ચર્મરોગ કેટલા થયો છે અને હાલની સ્‍થિતિ કેવી છે અને વધારે પશુમા લમ્‍પી ચર્મરોગની અસર હોય તો પશુ આરોગ્‍ય વિભાગની મદદ લઈ શકાઈ.  ગૌશાળામાં તપાસ કરતાં અને ત્‍યાંના સંચાલકોને પુછતા જાણવા મળેલ કે ૩૦૦૦ ગૌવંશ છે તેમાંથી ફક્‍ત બે ગૌવંશને લમ્‍પી ચમરોગ થયેલ છે અને તે બન્ને ગૌવંશને ૮૦થી  ૯૦ ટકા સારૂ થઈ ગયેલ. તેનુ બધાએ જાત નિરીક્ષણ કરેલ અને ગૌશાળા પાંજરાપોળમાં ત્‍યાં ના સંચાલકો દ્વારા દરેક પ્રકારની દેખરેખ રાખી રહ્યા છે અને દરરોજ બધા પશુને લમ્‍પી ચર્મરોગ ન થાય તે માટે સફાઇ સાથે સવાર સાંજ લીમડાનો ધુમાડો કરી અબોલપશુની કાળજીપૂર્વક સારસંભાળ રાખે છે. જેથી કરીને ફક્‍ત બેજ ગૌવંશને લમ્‍પી ચર્મરોગ થયેલ. તેને અલગ બાંધી સારવાર કરવામાં આવતા લમ્‍પી ચર્મરોગ કાબૂમાં આવી ગયેલ અને બાદ મહાનુભાવો સંતો મહંતો દરરોજ બોટાદ જીલ્લાની બધી ગૌશાળાની મુલાકાત લઈ લમ્‍પી ચમરોગની જાત માહિતી મેળવી જયાં જરૂર જણાશે તે ગૌશાળામાં પશુ આરોગ્‍ય વિભાગની મદદ લેશે અને દેશી ઉપચારની માહિતી પૂરી પાડશે તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવાયું છે.

(11:50 am IST)