Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કચ્છમાં સતત બીજે દિ' સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો: ભચાઉમાંથી ૮ લાખનો દારૂ ઝડપ્યો

કુખ્યાત બુટલેગર અશોકસિંહ જાડેજા "મામા" નો માલ, અંજારમાં વરલી મટકાનો જુગાર ઝડપ્યાના બીજે દિવસે ૮ લાખનો દારૂ ઝડપ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : અંજારમાં વરલી મટકાંના જુગારનો પર્દાફાશ કરનાર સ્ટેટ મોનિટરીંગ સેલની ટૂકડીએ ગાંધીધામના પડાણા હાઈવે પર ટેન્કરમાં છૂપાઈને લવાયેલો ૮.૧૧ લાખનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો છે. આ શરાબનો જથ્થો ભચાઉના લિસ્ટેડ બૂટલેગર અશોકસિંહ જાડેજા ઊર્ફે મામાને ડિલિવર થવાનો હોવાનું ખૂલ્યું છે.

બાતમીના આધારે મોનીટરીંગ સેલની ટૂકડીએ મધરાત્રે પડાણા હાઈવે પર રામદેવ હોટેલના પાર્કિંગમાં પાર્ક GJ-12 BT-1948 નંબરના ટાટા બલ્ડર ટેન્કરના ડ્રાઈવર માંગીલાલ હિરારામ જાખડ (રહે. ઝાલોર, રાજસ્થાન)ને ઝડપી ટેન્કરની તલાશી લેતાં તેમાંથી ત્રણ અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કી અને બિયરના ટીન મળી ૮.૧૧ લાખનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. માંગીલાલે પ્રાથમિક પૂછતાછમાં કબૂલ્યું કે રાજસ્થાનના ઓપી નામના મિત્રએ તેને દારૂ ભરેલું ટેન્કર લઈ કચ્છ મોકલ્યો હતો. ટેન્કરને અશોકસિંહનો માણસ આવી લઈ જઈ ખાલી કરાવી પાછું આપી જવાનો હતો. રાજસ્થાનથી તે મહેસાણા, કડી, માળિયા થઈને પડાણા પહોંઓ હતો. આ સમય દરમિયાન વૉટસએપ પર ઓપીનો માણસ તેને સતત ગાઈડ કરતો હતો. પોલીસ ટીમે અશોકસિંહ જાડેજા, માલ મોકલનાર ઓપી, ડ્રાઈવર માંગીલાલ જાખડ અને ઓપીના માણસ સતત ગાઈડ કરતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે બુટલેગર અશોકસિંહ જાડેજા, માલ મોકલનાર ઓપી, ડ્રાઈવર માંગીલાલ જાખડ અને ઓપીના માણસ વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશનની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી છે.

(11:50 am IST)