Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વડિયામાં બગીચો ફરીથી શરૂ કરાયો

 વડિયા : સુરગપરા વિસ્‍તારમાં આવેલ ગેઈટ પાસેનો બગીચો સમાર કામના અભાવે છેલ્લા ૨૫ વર્ષથી બંધ હાલતમાં જોવા મળતો હતો. જેને વડિયા સરપંચ મનિષ ઢોલરીયા દ્વારા લોક ફાળો કરી ફરીથી જીવિત કરતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. શહેરમાં નાના બાળકોને ભુલકાઓને રમવા લાયક સ્‍થળ એક પણ ન હતું ત્‍યારે નવનિયુક્‍ત સરપંચ મનિષ ઢોલરીયાને મનમાં બાળકો પ્રત્‍યે સવાલ ઉદભવ્‍યો અને વડિયાના સોશિયલ ગૃપમાં  મેસેજ શરૂ કર્યો કે વડિયા શહેરમાં જુનો બગીચો છે. જે બંધ હાલતમાં છે તે ફરી શરૂ થાય એ માટે ગામના આગેવાનો આગળ આવી લોક ફાળો કરે. ત્‍યારે વડિયા શહેરનાં દાતાઓએ તુરંત લોક ફાળો કરી બગીચો ફરી ધમધમતો કરવામાં મદદરૂપ થયા અને બગીચામાં હીંચકા ચકકરડી લપસીયાઓ નવા નાખી રંગ બે રંગી લાઈટો ફીટ કરી બગીચાનું નવ નિર્માણ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારે નાના નાના બાળકો કીલ્લોલ કરવા લાગ્‍યા છે અને લોકોને પણ એક ફરવા લાયક સ્‍થળ મળી ગયું હતું.(તસ્‍વીર-અહેવાલ : ભીખુભાઇ વોરા વડિયા)

(11:50 am IST)