Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

બરડા અભ્‍યારણના પશુઓને રસીકરણ

પોરબંદર : લમ્‍પી વાયરસના ચેપને બરડા વન્‍યપ્રાણી અભ્‍યારણમાં આવેલા નેશ વિસ્‍તારમાં વસતા માલધારીઓનાં પશુધનમાં ફેલાતો અટકાવવા માટે વન વિભાગ પોરબંદર તથા પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાંં આવેલ છે. તબકકાવાર બરડા જંગલનાં તમામ નેશોમાં રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ રોગ વધુ ફેલાતા અટકાવવા માટે સાવચેતીના પગલા રૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પશુઓને રસીકરણ કામગીરીની તસ્‍વીર.

(12:19 pm IST)