Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જસદણના જીવાપરમાં કાલે ૩ હજારની વસ્‍તીવાળા ગામમાં ૪ હજાર વૃક્ષોનું વાવેતર કરાશે

બે દિવસીય કાર્યક્રમઃ ‘‘પધ્‍મશ્રી'' સવજીભાઇ ધોળકીયા સહિતના ઉપસ્‍થિત રહેશે

વિજય વસાણી દ્વારા આટકોટ, તા. પ : જીવાપર ગામમાં વળક્ષારોપણ અભિયાન  તા.૬/૮/૨૨ ને શનિવારના રોજ જસદણ તાલુકાના જીવાપર ગામમાં યુવાનો દ્વારા   ૪૦૦૦ વળક્ષોનું વાવેતર કરવાનો ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવ્‍યો છે, જે કાર્યક્રમમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિ અને પર્યાવરણ પ્રેમી ‘પધ્‍મશ્રી' સવજીભાઈ ધોળકિયા, રાજકોટથી વળક્ષપ્રેમી શ્રી વિજયભાઈ ડોબરીયા,શ્રી પરષોત્તમભાઈ કમાણી,મનસુખભાઇ પાંભર,અરજનભાઈ રામાણી તેમજ રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત ખાતે સ્‍થાયી થયેલા જીવપરગામના   તમામ યુવાનો ખાસ હાજર રહી તન,મન,ધનથી  સહયોગ  આપવાના છે.

 શનિવારે સાંજે લોકસાહિત્‍યકાર શ્રી મનસુખભાઇ વસોયાનો ભવ્‍ય  ડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું છે, તો જીવાપરની આજુબાજુના ગામલોકોને કાર્યક્રમમાં પધારવા વિનંતી કરવામાં આવે છે એમ સુરતથી દિવ્‍યેશભાઈ સાવલિયાની યાદીમાં જણાવવામાં આવે છે.

સરકારી સહાય વગર ૪ હજાર વૃક્ષોનું ૩ હજારની વસ્‍તીવાળા ગામમાં વૃક્ષારોપણ કરાશે. આ માટે જીવાપરના મુળ વતનીએ અને બહાર રહેતા લોકોને પણ આર્થિક સહાય મળી છે.

(12:19 pm IST)