Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ખંભાળિયાના દેવરીયાની દ્વારકા ફટંગા નેશનલ હાઇવેમાં તમામ સ્‍થળે ગામડે જતા રસ્‍તા હાઇવે પર બંધ કરાયા : હોય

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. પઃ દેવરીયાથી દ્વારકાના ફટંગા ૧૧૦૦ કરોડના ખર્ચે નેશનલ હાઇવે ટોલ નાકા વાળો બનવાની શરૂઆત થતા લોકો સારો રસ્‍તો મળશે તેમાં રાજી હતા તથા ફોરટ્રેક રોડ બનતો હતો હવે આ રોડ પુર્ણતા તરફ છે ત્‍યારે તાજેતરમાં સમગ્ર રોડ પર આવતા તમામ ગામોમાં જવાના રસ્‍તા બંધ કરી દેતા લોકોને પોતાને ગામ જવા કિલોમીટ સુધી ફરીને જવુ પડે તેવી સ્‍થિતી થતા ગ્રામ્‍ય પંથકમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

ખંભાળિયાના હર્ષદપુર, બારા, ભાતેલ, વેહ, આસોરા, બેટાજા, સોનારડી, સહિત અનેક ગામોના લોકોનો રોજીંદા વ્‍યાવહારનો રસ્‍તો બંધ કરી દેવાતા જયા આ રસ્‍તો બદલતો હોય તેવા સ્‍થળે કિલોમીટરો સુધી જવુ પડે પછી તેમના ગામ જવાય તેવી સ્‍થિતિ થતા ભારે રોષની લાગણી ફેલાઇ હતી. તાજેતરમાં ગ્રામ્‍ય પંથકની મુલાકાતે ગયેલ ભાજપના પ્રભારીને પણ આ મુદે ઉગ્ર રજુઆત પણ કરવામાં આવી હતી તથા ગ્રામ્‍ય પંથકમાં ઉગ્ર રોષનું વાતાવરણ પણ સર્જાયેલુ છે.

(12:23 pm IST)