Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જસદણમાં તસ્‍કરો ત્રાટક્‍યા : પ દુકાનોમાં ચોરી

તસ્‍વીરમાં જયાં ચોરી થઇ તે દુકાનો નજરે પડે છે. (તસ્‍વીર : ધર્મેશ કલ્‍યાણી, જસદણ) (૯.૩)

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૫ : જસદણમાં શાકમાર્કેટ રોડ ઉપર તસ્‍કરોએ ત્રાટકી પાંચ દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી.

મળતી વિગતો મુજબ જસદણ શહેરમાં શાકમાર્કેટ રોડ ઉપર વાણીયાવાડીની બાજુમાં આવેલા શિવમ કોમ્‍પ્‍લેક્‍સમાં પંકજભાઈ રવૈયાની શ્રી કટલેરી, મિતલ સાડી સહિતની કટલેરીની, કાપડની વગેરે મળીને અંદાજે પાંચથી વધારે દુકાનોના તાળા તેમજ શટરના નકુચા તોડીએ રોકડ, કટલેરી, સાડી વગેરેની ચોરી કરી હતી. ચોરીના આ બનાવની જાણ થતા જસદણ પોલીસનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જોકે જેઓને ત્‍યાં ચોરી થઈ છે તે તમામ દુકાન સંચાલકો આ અંગેની પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.

જસદણમાં પીઆઇ તરીકે કે. જે. રાણા આવ્‍યા બાદ તેમની કડક કામગીરીથી છેલ્લા એક વર્ષથી ચોરી, લૂંટફાટ સહિતના ગુનાઓમાં ખૂબ જ નિયંત્રણ આવ્‍યું હતું. આજે લાંબા સમય બાદ જસદણમાં ચોરીનો બનાવ નોંધાયો છે.

(11:45 am IST)