Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ગાજવીજ અને કડાકા ભડાકા સાથે સાવરકુંડલામાં બે ઇંચ વરસાદ

શહેરનાં રોડ પરથી જોરદાર પાણી વહેતા થયાઃ સીઝનનો કુલ વરસાદ ૧૮ ઇંચ જેટલો થયો

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૪:        અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગઇકાલે બપોરે બે ઇંચ વરસાદ તૂટી પડ્‍યો હતો. સાવરકુંડલા માં બપોર બાદ ૩.થી ૪. ૩૦ દરમ્‍યાન એકાએક જોરદાર વરસાદ શરૂ થયો હતો અને જોતજોતામાં માં બે ઇંચ ઉપર પાણી વરસી જતા શહેર નાં રોડ પરથી જોરદાર પાણી વહેતા થયા હતા.

વરસાદ સાથે  જોરદાર ગડગડાટ અને વીજળી નાં કડાકા ભડાકા પણ થયા હતા.

આ સાથે સીઝન નો કુલ વરસાદ ૧૮ ઇંચ જેટલો થયો છે.

(11:44 am IST)