Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ખંભાળીયા દ્વારકા હાઇવે પર જમીન સંપાદનના મુદે અનેક જગ્‍યાએ રસ્‍તા સાંકડા બન્‍યાજ નથી !!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા દ્વારકા વચ્‍ચે ૧૧૦૦ કરોડનો નેશનલ હાઇવે થઇ રહ્યો છે જે હવે થોડા સમયમાં પૂર્ણ થવા તરફ છ. ત્‍યારે અનેક સ્‍થળે સર્વિસ રોડમાં તથા મુખ્‍ય રસ્‍તો પહોળો કરવામાં આવતા ખેતર માલીકો દ્વારા વાંધા લેવાતા તથા કોર્ટ કેસ થતા આ મામલો અટકતા આવા સ્‍થળો પર સર્વિસ રોડ ના થઇ શકતા તથા રસ્‍તા સાંકડા બનાવવા પડે તેવુ જતા ભારે વિચિત્ર સ્‍થિતિ સર્જાઇ છે.

ખંભાળીયામાં પ્રવેશના રસ્‍તેજ કલેકટર કચેરી પાસે પરિશ્રમ પંપ પાસે જમીન સંપાદનના થતા ડ્રાયવઝન બન્‍યો નથી આગળ અશોક પંપ પાસે બન્ને તરફ પુલ પહેલા સર્વિસ રોડ બનાવવાનો છે તે પણ બન્‍યો નથી તો સિંહણ પાસે, કુહાડીયા પાસે તેમ અનેક સ્‍થળે હાળવે પર પણ આવો પુલ હોય નવો રસ્‍તો પૂર્ણતા તરફ છે ત્‍યારે આવા મુદ્દા સોનાની થાળીમાં લોઢાની મેખની જેવી સ્‍થિતિ ઉત્‍પન્ન કરી રહ્યા હોય વહીવટી તંત્ર નિકાળ તો તેવી માંગ ઉઠી છે.

(12:21 pm IST)