Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ધ્રોલના સણોસરા ગામ તરફ રસ્‍તા ઉપર જલદ કેમીકલ નાંખી લોકો- પ્રાણીઓની જિંદગી જોખમમાં મુકવા બે સામે ફરિયાદ

પ્રેરણા લાઇફ સાયન્‍સ નામની કંપનીમા ડિ કમ્‍પોઝ ગયેલ ૨૦૦ લીટર જલદ કેમીકલ્‍સનાના ૭ બેરલ જાહેર રસ્‍તા પર ફેંકી દેવાયાઃ રાજકોટના કાંતીભાઇ ગોપાલભાઇ સાવલીયા અને વિજાપુરના કેતનભાઇ સામે ફરિયાદ નોંધાવતા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગરના કલ્‍પનાબેન પરમાર

ધ્રોલ,તા.૫: ગત તા.૧-૮ના રોજ ધ્રોલ પંથકના સરમરીયાદાદાના મંદિરથી જાયવા ગામ જતા રોડની બાજુમાં તથા સણોસરા ગામ તરફ જતા રોડની બાજુમાં ડી-કમ્‍પોઝ થઇ ગયેલ જલદ -વાહી કેમીકલ્‍સના ૭ બેરલ જાહેર રસ્‍તા ઉપર ફેંકી દઇ મનુષ્‍ય-પ્રાણીના જીવ જોખમમાં મુકી અને પર્યાવરણને પણ નુકશાન પહોંચાડવાના કાર્ય કરવા બદલ રાજકોટ રહેતા  કાંતીભાઇ ગોપાલભાઇ સાવલીયા અને  કેતનભાઇ (રહે.વિજાપુર) સામે કલ્‍પનાબેન નિલેશભાઇ પરમાર પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગર એ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની વિસ્‍તૃત વિગત મુજબ,  તે એવી રીતે કે કાંતીભાઇ ગોપાલભાઇ સાવલીયાએ પોતાની પ્રેરણા લાઇફ સાયન્‍સ નામની કંપનીમા ડિ.કમ્‍પોઝ ગયેલ જલદ કેમીકલ્‍સના ૨૦૦/૨૦૦ લીટર કુલ-૭ બેરલનો નિકાલ કરવા કેતનભાઇ (રહે.વિજાપુર)ને કહેતા કેતનભાઇએ અશોક લેલનની ટેમ્‍પો/પીકપ જેવી નાની ગાડી રજી નં-જીજે-૦૨-એટી-૬૦૬૯ની તથા માણસો મોકલી આ ડિ.કમ્‍પોઝ થઈ ગયેલ કેમીકલ્‍સના કુલ-૭ બેરલ આ ગાડીમાં ભરાવી કેતનભાઇના માણસોએ ધ્રોલ તાલુકાના સણોસરા ગામના રસ્‍તા પાસે બે  બેરલ  તથા સરમરીયા દાદાના મંદિરથી વાગુદળ જતા રસ્‍તા પર જાયવા પાસે અલગ અલગ જગ્‍યાએ પાંચ(પ) બેરલ જલદ કેમીકલ્‍સના ભરેલ ખુલ્લી જગ્‍યામા માણસોની તથા માલઢોર અવર જવર હોય તેવા વિસ્‍તારમા નાખી પર્યાવરણ તથા જાન ૫ નુકસાન થાય તેવુ બેદરકારી ભર્યું કૃત્‍ય કરી ગુન્‍હામા એકબીજાએ મદદગારી કરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે પોલીસે બંને ફરિયાદ સામે ગુન્‍હો ઈ.પી.કો કલમ- કલમ-૨૭૮.૨૮૪.૩૩૬.૧૧૪ તથા પર્યાવરણ સુર અધિનીયમ ૧૯૮૬ ની કલમ-૧૫(૧) મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. (સંજય ડાંગર ધ્રોલ)

 

(11:41 am IST)