Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ગોંડલમાં સરસ્‍વતી અભિવંદના સમારંભ યોજાયો

 ગોંડલ : શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન તથા રઘુવંશી સોશિયલ ગૃપ દ્વારા સરસ્‍વતી અભિવંદના સમારંભ - ૨૦૨૨નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગોંડલમાં વસતા લોહાણા જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો ધો. ૧ થી ૧રમાં અભ્‍યાસ કરતા ગુજરાતી,  અંગ્રેજી માધ્‍યમ પાસ થયેલા જ્ઞાતિના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું હતું. આ તકે કાર્યક્રમની શરૂઆત રામજી મંદિર ગોંડલના મહંત પ. પૂ. શ્રી ૧૦૮ જયરામદાસજી મહારાજના હસ્‍તે દીપ પ્રાગટયથી કરવામાં આવેલ તેમજ બંને સંસ્‍થાના હોદેદારો જ્ઞાતિના અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્‍યામાં તેજસ્‍વી વિદ્યાર્થીઓ અને વાલીગણ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં ભોજાણી કરણ વિણાનો ધોરણ ૧૨ સાયન્‍સ- અંગ્રેજી માધ્‍યમમાં પ્રથમ નંબર આવ્‍યો હતો. જયરાજસિંહ જાડેજા અને રમેશભાઈ ધડુકે આભાર વ્‍યકત કર્યો હતો.(તસ્‍વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:36 am IST)