Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જામકંડોરણા તાલુકામાં લમ્‍પી વાયરસના ૩૩૭ કેસઃ ૬ મોત

(મનસુખભાઇ બાલઘા દ્વારા) જામકંડોરણા,તા. ૫ : હાલમાં પશુઓમાં જેમાં ખાસ કરીને ગૌવંશમાં લમ્‍પી વાયરસનો વ્‍યાપ વધી રહ્યો છે ત્‍યારે જામકંડોરણા તાલુકામાં આ રોગથી કુલ ૬ પશુઓના મોત થયા છે. તાલુકામાં કુલ ૩૩૭ કેસ લમ્‍પી વાયરસના નોંધાયા છે. જેમાંથી હાલમાં ૨૫૧ એકટીવ કેસ અને ૮૬ કેસ રીકવર થયા છે. જામકંડોરણા તાલુકા પશુ ચિકિત્‍સક એ.એલ.રામાણીના જણાવ્‍યા અનુસાર તાલુકામાં કુલ ૮૮૩૬ પશુઓને રસીકરણ કરવામાં આવેલ છે. વધુમાં જણાવેલ છે કે આ રોગ માખી મચ્‍છરના ઉપદ્રવથી ફેલાતો રોગ હોવાથી પશુપાલકોએ તેની કાળજી લેવી અને ઇન્‍ફેકશન વાળા પશુઓ પાસે બીજા પશુઓને ન રાખવા કાળજી લેવા અનુરોધ કરેલ છે.

(11:05 am IST)