Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કોડીનારમાં ચોરાઉ ભંગાર લઇને નીકળેલા બે ઝડપાયા

કોડીનાર, તા.૪: બાયપાસ રોણાજ ચોકડી પાસે આવતા અમોને બાતમી મળી કે કોડીનાર બાયપાસ રોણાજ તરફથી એક પીયાગો રીક્ષા જેના નંબર જીજે ૨૩ ડબલ્‍યુ ૦૨૯ વાળી રીક્ષામાં બે શખ્‍સો ચોરી કરેલ લોખંડ નો સામાન ભરી વડનગર ચોક ડી તરફથી આવે છે જે બાતમી મળતાહકીકત વાળી પીયાગો રીક્ષા આવતા તેને રોકાવી ચેક કરી  મુકેશભાઈ મૂળજીભાઈ વાઘેલા રે સત્‍યમ સોસાયટી કોડીનાર,ᅠ તુષારભાઈ બાલુભાઈ સોલંકી રે શેઢાયા કોડીનાર. રિક્ષામાં રહેલ લોખંડના સામાન બાબતે પૂછપરછ કરતા ચોરી કે છળ કપટ થી મેળવેલ હોવાનું જણાતા  કોડીનારના ઘાટવડ, સુખાડા, સરખડી ગામેથી બંનેએ ચોરી કરેલ હોવાનું જણાવેલ અને અન્‍ય લોખંડનો સામાન પોતાના ઘરે રાખેલ જે પોલીસે કબજે કરેલ બાકીનો ભંગાર કોડીનાર ત્રણ જગ્‍યાએ ભંગાર વાળાના ડેલામાં વેચેલું જેનું નામ (૧) અબ્‍દુલભાઈ અબ્‍દુલભાઈ હનીફ ભાઈ હાલાઇ રે મેમણ કોલોની કોડીનાર (૨) જુબેરભાઈ બાબુભાઈ નાથાણી રે જલારામ કોમ્‍પ્‍લેક્‍સ વેલનાથ ગેરેજ સામે (૩) ઈકબાલ જુસબ હાલાઈ મેમણ રે જીન પ્‍લોટ કોડીનાર. કુલ ૧૫૦૮૫૦ નો ભંગાર કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગાંધીનગર તુલશીશ્‍યામ બસને લંબાવવા માંગ..

તાજેતરમાં જ શ્રાવણ માસની શરૂઆત સાથે જ એસ.ટી.નિગમ દ્વારા ગાંધીનગર થી તુલશીશ્‍યામની નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. તુલશીશ્‍યામ એ પ્રસિદ્ધ યાત્રાધામ તો છે જ પણ વસ્‍તીની દૃષ્ટિએ ખૂબ જ નાનું સેન્‍ટર છે. તુલશીશ્‍યામથી ઊના ફક્‍ત ઓગણત્રીસ કીમી તથા કોડીનાર સિત્તેર કીલોમીટર દુર છે.આ બસ આખો દિવસ તુલશીશ્‍યામ ખાતે પડી રહે છે. તેની જગ્‍યાએ જો આ બસ સેવાને કોડીનાર સુધી લંબાવી દેવામાં આવે તો એસટી તંત્રને સિત્તેર કીલોમીટરનો વધારો થશે પણ તેની સામે ઊના અને કોડીનાર જેવા છેવાડાના મોટા સેન્‍ટરોને અમદાવાદ ગાંધીનગર જવાની વધુ એક સુવિધાનો ફાયદો થશે અને આવક પણ વધશે. તથા તુલશીશ્‍યામથી એક કલાક મોડી કરવામાં આવે તો રાત્રી આરતી તથા પ્રસાદનો લાભ પણ ભાવીકભકતો લઈ શકે.આમ આ બસ સેવાને કોડીનાર સુધી લંબાવી કોડીનારથી સાંજના સાત વાગ્‍યે ઉપાડવામાં આવે તેવી માંગ અજીતભાઈ ચાવડાએ કોડીનારથી કરેલ છે.

(11:02 am IST)