Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિની નવી રચના

ગોંડલ, તા.૫: વિધાનસભા ગોંડલ કોંગ્રેસના પ્રભારી રાજેશ યોગી,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયાની ઉપસ્‍થિતિમાં શહેર કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની હાજરીમાં મળેલી બેઠકમાᅠ સર્વ સંમતિથી ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિની નવી ટીમ જાહેર કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ નવી ટીમ માં ઉપ પ્રમુખᅠ તરીકે નિમેષભાઈ રૈયાણી, કિશોરસિંહ જાડેજા, પ્રવીણભાઈ ખોટ,સુરેશભાઈ ભટ્ટી, મહામંત્રી તરીકે ધર્મેશભાઈ બુટાણી , યજ્ઞેશભાઇ ઠુંમર, દીપકભાઈ પટેલ, પ્રવીણભાઈ ડાંગર, મંત્રી તરીકે સંદીપભાઈ હિરપરા, ભાવેશભાઈ રાખોલીયા, શંકરભાઈ વાઘેલા, રાજેશભાઈ તન્ના, સિદ્ધાર્થભાઇ વૈષ્‍ણવ, શૈલેષભાઈ રૈયાણી, પ્રતિપાલસિંહ ઝાલા, મનસુખભાઈ રૈયાણી, તથા બંટીભાઈᅠ ભુવા સહિત કારોબારી સભ્‍યોની રચના કરવામાં આવી છે.જયારેᅠજયદીપભાઇ જોષી પ્રમુખ મીડિયા સેલ,તથા પંકજભાઈ ડોબરીયા - પ્રવક્‍તા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

(11:01 am IST)