Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ધો.૮ની બાળાને બે ઈસમોએ ધમકી આપી બાઈક પર લઈ જઈ દુષ્‍કર્મ આચર્યુ

તળાજાના બપાડા ગામના યુવક વિરૂદ્ધ ફરિયાદ

ભાવનગર, તા.૫: તળાજા તાલુકાના બપાડા ગામના એક જાણીતા ઈસમ સહિત બે શખ્‍સો વિરુદ્ધ ધોરણ ૮ માં અભ્‍યાસ કરતી બાળા એ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાએ સ્‍વયં નોંધાવેલી ફરિયાદમાં બાઈક પર આવી બંને ઈસમો એ ધમકી આપી નજીકમાં આવેલ ફોરેસ્‍ટની જગ્‍યામાં લઈ ગયા હતા. જયાં પ્રદીપ નામના ઈસમેᅠ ᅠમરજી વિરુદ્ધ દુષ્‍કર્મ આચાર્ય હતું. દુષ્‍કર્મ આચાર્ય બાદ પર પોતાના ઘરે મૂકી ગયા હતા.

વિગતો મુજબ અલંગ રૂરલ પોલીસ મથકમાં ૧૨ વર્ષ ૭ મહિનાની સગીરાએ નોંધાવેલ ફરિયાદમાં પોતે ગઇકાલ સાંજે પોતાની બહેનપણીના ઘરે થી રમી પોતાના ઘરે જતી હતી.એ સમયે પોતાની નજીકમાં રહેતો પ્રદીપ બાઈક લઇ ને આવેલ.બાઈક પાછળ મોઢે રૂમાલ બાંધેલો ઈસમ બેઠો હતો.

પ્રદીપ એ માર મારવાની ધમકી આપી મો.સા મા બેસવા કહ્યું.એ સમયે મોઢે રૂમાલ બાંધેલ ઈસમે પણ માર મારવા ની ધમકી આપી હતી. ધમકી થી ડરી ગયેલ સગીરાને બંને સમયે વચમાં બેસાડી બાઈક પર નજીકમાં આવેલ ફોરેસ્‍ટની જગ્‍યામાં લઈ ગયા હતા. ત્‍યાંથી રૂમાલ બાંધીને આવેલો અજાણ્‍યા ઇસમ ચાલ્‍યો ગયો હતો. બાદ સગીરા સાથે મરજી વિરુદ્ધ દુષ્‍કર્મ આચાર્ય હતું.

સગીરાને હવસનો શિકાર બનાવ્‍યા બાદ બંને ઈસમો સગીરાને તેમના ઘર નજીક છોડીને ચાલ્‍યા ગયા હતા. સગીરાએ વાત માતા પિતાને કરી હતી. માતા પિતાએ પણ દ્રઢતા અને નીડરતા દાખવી પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

અલંગ પોલીસે આઈપીસી ૩૬૩,૩૭૬(૨)j,૩૭૬ (૩),પોકસો ૪,૮,૧૭ સહિત ની કલમો મુજબ ગુન્‍હો નોધેલ હતો.પો.ઇ. ડી.પી.પટેલ એ જણાવ્‍યું હતુંકે બંને ઈસમો ને શોધવા માટે લેવામાં આવેલ ત્‍વરિત પગલાં ને લઈ હાથવેંત છે તેમ કહી શકાય.

(12:20 pm IST)