Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પાલિતાણામાંથી રૂ.૨૭ લાખો કાજુનો શંકાસ્‍પદ જથ્‍થો ઝડપાયો

ભાવનગર, તા.૫: છેતરપિંડી કરી લવાએલ રૂ.૨૭ લાખના કાજુ નો જથ્‍થો ભાવનગરની પોલીસે પાલીતાણા માંથી ઝડપી લીધો છે. કાજુના ૩૦૦ જેટલા કોથળા નો જથ્‍થો પોલીસે કબ્‍જે કર્યો છે.

ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.બી.ભરવાડ ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ભાવનગર પાલીતાણા મહાશકિત પ્‍લાસ્‍ટીક ફેકટરી પાસેથી કોઇ આધાર -પુરાવા વગરના કાજુના કોથળા નંગ -૩૦૦ જેનું વજન ૨૫૯૧૦ KG કિ.રૂ.૨૭,૧૯,૫૦૦/નો મુદામાલ મળી આવતા સી.આર.પી.સી.ક. ૧૦૨ મુજબ મુદામાલ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ અને આ અંગે તપાસ કરતા કર્ણાટક રાજયના મેગ્‍લોર નોર્થ પોલીસ સ્‍ટેશનમાં CR - ૦૦૬૭ / ૨૦૨૨ IPC ૪૦૬,૪૨૦ મુજબનો ગુન્‍હો રજી. થયેલ છે.

ᅠદરોડાની આ કામગીરી ભાવનગર એસ.ઓ.જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેકટર એસ.બી.ભરવાડ ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ, યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્‍સ. પાર્થભાઇ ધોળકીયા, મીનાજભાઇ ગોરી તથા ડ્રા પો.કોન્‍સ ભોજાભાઇ ભલાભાઇᅠ જોડાયા હતા.

(10:55 am IST)