Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ઉના બ્રહ્મસમાજના સાવન વ્‍યાસે આઇઆઇએમમાં પ્રવેશ મેળવ્‍યો

ઉના,તા. ૫ : બ્રહ્મસમાજનાં અને સિંચાઇ વિભાગ ઉનાનાં નિવૃત અધિકારી દિલીપભાઇ ઉમેદરાય વ્‍યાસનો પુત્ર સાવન વ્‍યાસ ભારતનાં તામિલનાડુ રાજ્‍યની યુનિવસિર્ટીમાં માસ્‍ટર્સ ઓફ ટેકનોલોજી ડિગ્રી પ્રાપ્‍ત કરી ડિસ્‍ટીંગકશન સાથે પાસ થયેલ અને હાલ રીસર્ચ એન્‍ડ ડેવલોપમેન્‍ટ સેન્‍ટરમાં કામ કરે છે.

એકિઝકયુટીવ એમ.બી.એ.ના ઉચ્‍ચ શિક્ષણ માટે તેઓ ભારતની સૌથી પ્રતિષ્‍ઠીત અને પ્રથમ નંબરની સંસ્‍થા (ઇન્‍ડીયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ મેનેજમેન્‍ટ) અમદાવાદમાં પ્રવેશ મેળવતાં સમગ્ર ગીરસોમનાથ જીલ્લામાંથી પ્રથમ યુવાને પ્રવેશ મેળવતાં સમગ્ર ગીર સોમનાથ જીલ્લા અને ઉનાનું ગૌરવ વધારેલ છે.

(10:33 am IST)