Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ઓખા લોહાણા મહાજન વાડીએ મરીન પોલીસ સ્‍ટેશન દ્વારા E-FIR એપ્‍લિકેશન દ્વારા ફરિયાદની વિસ્‍તૃત માહિતીનો કાર્યક્રમ યોજાયો

(ભરત બારાઇ દ્વારા)ઓખા,તા.૫: ઓખા ખાતે ઓખા લોહાણા મહાજન વાડી એ ઓખા મરીન પોલીસ સ્‍ટેશન દ્વારા E-FIR એપ્‍લિકેશન દ્વારા ફરિયાદ ની વિસ્‍તૃત માહિતી નો કાર્યક્રમ કરવામાં આવેલ.જે કાર્યક્રમ ખંભાળિયા ના ડી.વાય.એસ.પી સમીરભાઈ સારડા સાહેબના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવેલ.જેમાં ઓખા મરીન પોલીસ સ્‍ટેશન ના પી.એસ.આઈ. ડી.એન.વાઝા, ઓખા નગરપાલિકા ના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલ,ઓખા નગરપાલિકાના ઉપપ્રમુખ કાદરભાઈ મલેક,ઓખા લોહાણા મહાજન પ્રમુખ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ,ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભા બી માણેક,ઓખા ચેમ્‍બર ઓફ કોમર્સ ના પ્રમુખ પ્રવિણભાઇ ગોકાણી તેમજ તેમની ટીમ, ઓખા ગ્રેઈન મર્ચન્‍ટ એસોસિએશન ના પ્રમુખ નિલેશભાઈ પંચમતીયા તથા તેમની ટીમ,ઓખા શહેર મહિલા મોરચાના પ્રમુખ કૌશલ્‍યાબેન ફોફંડી,ઓખા નગરપાલિકાના સદસ્‍યઓ,અલગ અલગ સમાજ ના આગેવાનો અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ખંભાળિયા ના ડી.વાય.એસ.પી સમીરભાઈ સારડા સાહેબ એ E-FIR વિશે સમજણ આપેલ.ત્‍યાર બાદ નંદાણીયાᅠ એ પ્રોજેક્‍ટર દ્વારા વિસ્‍તૃત માહિતી આપેલ.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનવવા ઓખા મરીન સ્‍ટેશનના પી.એસ.આઈ. ડી.એન.વાઝા સાહેબ તથા તેમના સ્‍ટાફએ જહેમત ઉઠાવી હતી.

(10:28 am IST)