Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

અમરેલી જિલ્લા કોંગ્રેસના ઓ.બી.સી. કાર્યકરોનું સન્‍માન

અમરેલી : જિલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્‍ટ દ્વારા અમરેલી જીલ્લા કોંગ્રેસ ઓ.બી.સી. કાર્યકરોનું સમારંભ પ્રમખુ ડી.કે.રમાણીના અભ્‍યક્ષ સ્‍થાને યોજાઇ ગયો. આ સમારંભમાં મુકેશભાઇ દેપલીયા પ્રમુખ પ્રદેશ ઓબીસી પ્રભાતભાઇ કોઠીવાળ, વિરોક્ષ પક્ષ નેતા જનકભાઇ પંડયા મહામંત્રી જિ. કોંગ્રેસ મનીષભાઇ ભંડેરી, પ્રમુખ અમરેલી તા. કોંગ્રેસ હાજર રહી જિ.ઓ.બી.સી. કાર્યકરો સંગઠનમાં કામે લાગી જવા માર્ગદર્શન આપેલ. ઓ.બી.સી. પ્રમુખ બાળુભાઇ ગોહીલ, છનાભાઇ સાફરી-બાબરા, ગંગદાસ રામકુભાઇ ગોપાલ લાઠી,  માધવભાઇ સુસરા મોટા કુંકવાવ, ચંદ્રેશભાઇ બી.રબારી સાવરકુંડલા, ભરતભાઇ કે બારૈયા, કનુભાઇ આર સાંખડ જાફરાબાદ, વિજયભાઇ કાગથીયા લીલીયા, ધીરૂભાઇ વડાણી બાબરા, કાન્‍તીભાઇ પરનાળીયા તથા તાલુકા અને શહેર ઓ.બી.સી. પ્રમુખ/ મહામંત્રી કાર્યકરો હાજરી આપેલ. આ સમારંભનું આયોજન ઓ.બી.સી. પ્રમુખ રમેશભાઇ ગોહીલ તથા દિલીપભાઇ બસીયા મહામંત્રીએ૯ કરેલ હતું. (તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ-અમરેલી)

(10:25 am IST)