Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

પોરબંદર જિલ્લા બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા વિવિધ કાર્યક્રમો

 પોરબંદરઃ  જિલ્લા સમસ્‍ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે બહેનો માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત મહિલા પાંખના વડીલ બહેનોના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવી હતી, જિલ્લા પ્રમુખ ક્રિષ્‍નાબેન ઠાકર દ્વારા ઉપસ્‍થિતોનુ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું,પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય જેને અનુલક્ષીને એક મિનિટ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એક મિનિટમાં વધારેમાં વધારે મહાદેવજીના નામ બોલવાના હતા, જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ત્રણ ઇનામ રાખવામાં આવેલ હતા, આ હરીફાઈને લીધે બહેનોમાં ખૂબ જ ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો, જેમાં પ્રથમ નંબરે કાજલબેન ઠાકર દ્વિતીય નંબરે રેખાબેન શીલુ અને તૃતીય નંબરે ભાવનાબેન રાવલ વિજેતા થયેલ હતા, વિજેતા થયેલ બહેનોને બ્રહ્મસમાજના અગ્રણીઓના હસ્‍તે ઇનામ આપવામાં આવ્‍યા હતા. ગોપનાથ મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા શાષાીજી અશોકભાઈ ભોગાયતા દ્વારા શ્રાવણ માસનું મહત્‍વ શિવ માહત્‍મ્‍ય માહિતી આપવામાં આવી હતી. સાથે આઝાદીનો અમૃત મહોત્‍સવ ચાલી રહ્યો હોય બ્રહ્મસમાજના વડીલ ભાઈઓ બહેનો કે જેમનો આઝાદીના વર્ષમાં જન્‍મ થયેલ હોય એટલે કે જે ભાઈઓ બહેનોને ૭૫ મો વર્ષ ચાલતું હોય તેવા સિનિયર સિટીઝનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જુનાગઢ મહિલા પાંખના ભાવનાબેન રાવલ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી બહેનોનો ઉત્‍સાહ વધાર્યો હતો, તથા રાણાવાવ મહિલા પાંખના મહામંત્રી ભારતીબેન જાની ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

 આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી ગીરીશભાઈ વ્‍યાસ, ઉપપ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી, શહેર પ્રમુખ ઉદયભાઇ ઠાકર, તુષારભાઈ વ્‍યાસ, શાષાીજી ભીમભાઈ જોશી, કિશોરભાઈ પંડ્‍યા, અશ્વીન ભાઈ ઠાકર, સંજયભાઈ મહેતા ઉપસ્‍થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ ક્રિષ્‍નાબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ જાગૃતીબેન પંડ્‍યા, ભૂમિબેન જોશી, ચેતનાબેન પંડ્‍યા, કાજલબેન ઠાકર, શિલ્‍પાબેન જોશી, હેતલબેન  અપેક્ષાબેન  વગેરે બહેનોએ જહેમત ઉઠાવી હતી. તસ્‍વીર મહિલા પાંખના હોદેદારોની છે.

(10:21 am IST)